તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માલવણ ગામે મહિલાના ત્રાસ અંગે ગ્રામજનોનું મામલતદારને આવેદન

સેવાલિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માલવણ ગામના સુથાર ફળિયામાં ભાડે મકાન રાખી રહેતા રાધિકાબેન રમેશભાઈ રાવળ વિરુદ્ધ માલવણના ગ્રામજનોએ ગળતેશ્વર મામલતદાર કચેરી અને સેવાલીયા પોલીસસ્ટેશનમાં આવેદનપત્ર આપી વ્યથા ઠાલવી હતી. જે આવેદનપત્રમાં જણાવ્યાનુસાર સ્થાનિક રહીશો સાથે મજકુર મહિલા અવારનવાર વગર કારણે ઝઘડો કરી ગ્રામજનો સામે ખોટા આક્ષેપો કરી ખોટી ફરિયાદમાં ફસાવી દેવાની અને પોલીસ ફરિયાદ કરી જેલમાં પુરાવી દેવાની ધમકી આપતા હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર ગ્રામજનો દ્વારા આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...