દારૂના નેટવર્કનો પર્દાફાશ:નડિયાદમાંથી વિજીલન્સે ફરી દારૂ સાથે એકને ઝડપી લીધો

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની લે-વેચમાં સંડોવાયેલા વધુ 2 ઇસમના નામ ખુલ્યા

સ્ટેટ વિજીલન્સની ટીમે દેવદિવાળીએ ફાગવેલમાં દરોડા પાડ્યા બાદ નડિયાદ પશ્ચિમમાંથી દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસના માણસોએ ગતરાત્રે બાતમીના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માઈ મંદિર રોડ પરની બજરંગ પાર્ક સોસાયટીની સામે દિનશાનગરમાં ખુલ્લી જગ્યા પર રેઈડ કરી હતી. જ્યાંથી દારૂનુ વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા અશોક શનાભાઈ તળપદા (રહે. તળપદાવાસ, દિનશાનગર, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી ઓછી માત્રામાં ઈંગ્લિશ દારૂ કબ્જે કર્યો હતો. નડિયાદ પશ્ચિમ મથકે મુદ્દામાલ સહિત આરોપીને લઈ ગયા બાદ ગમતરી કરતા વિદેશી દારૂની 31 નંગ બોટલની કિંમત 4,420રૂપિયા અને એક મોબાઇલ ફોન સહિત રોકડ મળી કુલ રૂપિયા 19,370નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સમગ્ર પ્રકરણમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ થયો છે. જેમાં પકડાયેલા અશોક તળપદાએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો શહેરના માઈ મંદિર રોડ પર રાજીવનગર વિસ્તારમાં રહેતો ગીરીશ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસેથી મંગાવેલો હતો. ગીરીશનો માણસ અજય ઝાલા (રહે. નડિયાદ) એક્ટીવા પર ગતરોજ બપોરે બે પેટી આપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...