પ્રસાદી:ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 1500 કિલો કેરી સાથે આમ્ર અન્નકૂટનો ભોગ ધરાવાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • પ્રસાદી અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલોને આપવામાં આવશે

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ ખાતે આજે આમ્ર અન્નકૂટનો ભોગ ધરાવાયો છે. આ ભોગની પ્રસાદી વડતાલ મંદિર દ્વારા અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમનાં વડીલોને આપવામાં આવશે તેવું આયોજન કરાયું છે.

ઓનલાઇન રવિસભાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે આમ્ર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, શ્રી વાસુદેવ, શ્રી ભક્તિમાતા, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી રણછોડજી પ્રભુને કેરી અન્નકૂટ ધરવાયો છે. આશરે 1500 કિલો કેરી ભગવાન શ્રી હરિ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરવાઈ છે.

1500 કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

પૂ.અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં પરેશભાઈ પટેલ અને હરિકૃષ્ણ પટેલ પરિવાર-કેન્યા તરફથી વડતાલધામમાં બિરાજમાન દેવને 1500 કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. આ અન્નકૂટની પ્રસાદી વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકોને વડતાલ મંદિર દ્વારા વહેચવાનું આયોજન કરાયું છે. આ સાથે ઓનલાઇન રવિસભાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...