• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Vegetables To Be Grown In Anganwadi To Eradicate Malnutrition, Nutrition Vats Have Been Prepared In 20 Anganwadi Centers In Nadiad

કામગીરી:કુપોષણ હટાવવા આંગણવાડીમાં શાકભાજી ઉગાડાશે, નડિયાદની 20 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટીકા તૈયાર કરાઇ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં કુપોષણ હટાવવા તંત્ર દ્વારા નવતર પગલું ભરવામાં આવ્યું છે. શહેર અને તાલુકાની 20 જેટલી આંગણવાડી કેન્દ્ર પર ન્યુટ્રી ગાર્ડન તૈયાર કરવામાં આવશે. જેમાં શાકભાજી ઉગાડવામાં આવશે. જે કુપોષિત બાળકોને આપવામાં આવશે.

નડિયાદની 20 આંગણવાડી કેન્દ્રો પર પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવ્યાં હતાં. સહી પોષણ ને દેશ રોશનની થીમ સાથે હાલ પોષણ માહ સપ્‍ટેમ્બર-2020ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થી બાળકોના પુરક આહાર માટે આંગણવાડી કેન્દ્રના આંગણામાં જ પોષણયુકત શાકભાજી ઉપલબ્ધ થઇ શકે અને તેનો લાભ લાભાર્થીને મળી રહે તે હેતુસર આઇસીડીએસ નડીઆદ ઘટક-1ની કુલ-20 આંગણવાડી કેન્દ્રોમાં રીંગણ, ટામેટી, મરચી, ફુલેવર, સરગવો જેવી શાકભાજીના છોડને રોપીને પોષણ વાટિકા (ન્યુટ્રી ગાર્ડન) તૈયાર કરવામાં આવી છે. જે પોષણ વાટિકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા યોગ્ય રીતે માવજત તેમજ ઉછેર કરી આગામી સમયમાં ઉપલબ્ધ થનાર શાકભાજી લાભાર્થી બાળકો માટે ઉપયોગમાં લઇ બાળકોના પોષણ સ્તરમાં વૃધ્ધિ લાવવમાં મદદરૂપ થશે તેમ આઇસીડીએસ નડીઆદ ઘટક-1ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, રમીલાબેન મારવાડી દ્વારા જણાવવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...