તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની બેફામ હેરાફેરી:વીણા નજીકથી સાબુના પેકેટની ઓથે લઇ જવાતો દારૂ પકડાયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકની અટક : બે શખ્સો ફરાર

નડિયાદ પોલીસને બાતમી મળી હતી કે, વીણા નજીકથી એક ગાડીમાં દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે અને અન્ય એક કાર તેનું પાયલોટીંગ કરી રહી છે. જે પોલીસે વોચમાં હોવાથી બંને ગાડીના ચાલકો, ગાડીમાંથી ઉતરીને ભાગ્યા હતા. જોકે, એક શખ્સને પોલીસે ઝડપી લીધો, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ રૂરલ પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી. આ સમયે મહુધા તરફથી આવી રહેલા એક ડાલુના ચાલકે પોલીસને જોતાંની સાથે જ રોડ પર ડાલુ ઉભી રાખીને અંધારામાં ઉતરીને ભાગી ગયો હતો, જ્યારે ક્લીનરને પોલીસે ઝડપી લીધો હતો. ડાલુની પાછળ આવી રહેલી બીજી એક કારના ચાલકે પણ પોલીસને જોઇને પોતાની કાર રોડ પર ઉભી કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે ડાલુ અને કારમાં તપાસ કરતાં કપડા ધોવાના સાબુના પેકેટની નીચેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે રૂ.72 હજારની કિંમતનો દારૂ, રૂ.2.80 લાખની કિંમતના વાહન તેમજ ઝડપાયેલ શખ્સ લલિત ડામોર (રહે.ઝાલોદ) ની અંગજડતીમાંથી મળી આવેલ રૂ.2800 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ.3,54,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો. રમેશે તેની સાથે ડાલામાં સુનિલ નામનો ઝાલોદનો શખ્સ અને પાછળની કારમાં રાજુ (રહે.ઝાલોદ) નામનો શખ્સ હોવાની કબુલાત કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો