તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વસોની શાળામાં ફરજ બજાવતા શિક્ષકે અપડાઉન દરમિયાન અપરણિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે અપરણિત હોવાનું અને એકલો જ હોવાનું જણાવી યુવતીને ભોળવી બે વરસ સુધી લીવ ઇન રીલેશનશીપમાં રહ્યો હતો. જોકે, તે પરણિત હોવાનો ભાંડો ફુટતા યુવતીને સંબંધ તોડી નાંખ્યો હતો. જેને કારણે છંછેડાયેલા શિક્ષકે તેને પરેશાન કરતા મામલો અભયમ્ સુધી પહોંચ્યો હતો.
મહીસાગરનો રહેવાસી અને વસોની શાળામાં ફરજ બજાવતો શિક્ષક અવાર નવાર તેની બહેનના ઘરે વસોમાં અવર જવર કરતો હતો. આ સમયે નજીકમાં રહેતી એક 32 વર્ષિય અપરણિત યુવતી સાથે પરિચય થયો હતો. શિક્ષકે તેને પોતે પણ અપરણિત હોવાનું અને એકલો જ રહેતો હોવાનું જણાવી ભોળવી હતી. શિક્ષકની વાતમાં આવી ગયેલી યુવતી છેલ્લા બે વરસથી તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતી હતી. દરમિયાન થોડા દિવસ પહેલા જ શિક્ષક પરણિત હોવાનો ભાંડો ફુટ્યો હતો. આથી, યુવતી તેના માતા પિતાના ઘરે આવી ગઈ હતી.
જોકે, આ વાતથી છંછેડાયેલા શિક્ષકે તેને સંબંધ ચાલુ રાખવા અવાર નવાર મોબાઇલ પર ફોન કરતાં તેનો નંબર પણ બ્લોક કરી નાંખ્યો હતો. આથી, શિક્ષકે તેના ઘરે જઇ યુવતીને રૂ. દોઢ લાખ આપ્યા હોવાનો આક્ષેપ કરી ધમકી આપી હતી. આથી, ગભરાયેલી યુવતી નડિયાદ ખાતે તેના મિત્રના ઘરે આવી ગઈ હતી. જ્યાં તેને કોઇએ અભયમ્ ની મદદ લેવાનું જણાવતા તેણે 181 પર ફોન કર્યો હતો. જેને પગલે પહોંચેલા કાઉન્સીલર રીટાબહેન ભગતે હકિકત જાણી શિક્ષકને બોલાવ્યાં હતાં અને કાયદાનો દંડો ઉગામતા તેણે ભુલ સ્વીકારી હતી અને યુવતીને ફરી પરેશાન ન કરવા લેખીત બાહેંધરી આપી હતી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.