તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન શિલાન્યાસ:નાઈરોબીમાં વડતાલ ગાદીના ઇસ્ટ આફ્રિકાના પ્રથમ સ્વામિ. મંદિરનો શિલાન્યાસ, 2 વર્ષમાં 87 હજાર સ્ક્વેર ફૂટ બાંધકામ પૂર્ણ થશે

નડિયાદ4 મહિનો પહેલા
વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર કેન્યામાં બે વર્ષમાં નિર્માણ પામશે - Divya Bhaskar
વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર કેન્યામાં બે વર્ષમાં નિર્માણ પામશે
 • વડતાલની પ્રસાદીની ઈંટનું પૂજન કરી અગ્રણી હરિભક્તોની ઉપસ્થિતિમાં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો

ભારતીય પ્રજા દેશ વિદેશમાં સ્થાયી થઈ રહી છે. પોતાની ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ઘનિષ્ટ આસ્થા ધરાવતી આ પ્રજા જેમ જેમ સુખી થઈ તેમ તેમ પ્રભુનો ધન્યવાદ કરવાનો ચૂકતી નથી. ઈસ્ટ આફ્રિકામાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ નવીન મંદિરના શિલાન્યાસ માટે વડતાલ ખાતે કાર્તિકી સમૈયા અંતર્ગત યોજાયેલા કથા સમારંભમાં પ્રસાદીની એક ઈંટ અર્પણ કરવામાં આવી હતી. જે આજે મંદિરના શિલાન્યાસ સમયે પૂજન કરી પાયામાં અર્પણ કરાઈ હતી. આગામી બે વર્ષમાં અદ્યતન બાંધકામ સાથે મંદિરનું નિર્માણ થશે. કેન્યાના નૈરોબીમાં જનરલ મથુગી રોડ પર 20 હજાર સ્ક્વેર ફૂટમાં મંદિરનું 87 હજાર સ્ક્વેર ફૂટ બાંધકામ કરવામાં આવશે. આ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ 25 કરોડ કેન્યા સિલિંગના ખર્ચે થશે.

સવારે શુભ મહુર્તમાં આ સૂચિત મંદિરનો શિલાન્યાસ કરાયો હતો
સવારે શુભ મહુર્તમાં આ સૂચિત મંદિરનો શિલાન્યાસ કરાયો હતો

શનિવારે સૂચિત મંદિરનો શિલાન્યાસ કરાયો
આજે વિ.સં.2077: કારતક વદ-5 અને શનિવાર, તા.5/12/2020 ના રોજ સવારે શુભ મહુર્તમાં આ સૂચિત મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. મહત્વનું છે કે આફ્રિકાની ધરતી પર વડતાલ તાબાનું આ મંદિર નિર્માણ થાય તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા હતા. પૂજ્ય આચાર્ય મહારાજ ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડૉ.સંત સ્વામી, શુકદેવપ્રસાદ સ્વામી (નાર), વિશ્વવલ્લભ સ્વામી (પીજ), પાર્ષદ પરેશ ભગત વગેરે સંતોએ આફ્રિકાનો બેવાર ધાર્મિક પ્રવાસ પણ કર્યો હતો.

કેન્યામાં આ વડતાલધામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે

વડતાલ સ્વામિનારાયણ મંદિરના અનુયાયી હરિભક્તો કે.કે.વરસાણી (કચ્છ), પરેશભાઇ પટેલ (વડતાલ), પરેશભાઇ પટેલ (મહેળાવ), પ્રથમેશભાઇ પટેલ (નાર), હરજીભાઇ રાઘવાણી ,ચંદ્રેશભાઇ બાબરીયા, કુરજીભાઇ પટેલ, કાંતિભાઇ, દેવશીભાઇ ,શિવજીભાઇ વગેરે કમિટિ અને ટ્રસ્ટી સભ્યો તથા પીઠડિયા ફેમિલી ઉપરાંત સત્સંગના સમાજના સંયુક્ત પ્રયાસોથી કેન્યા ખાતે આ સૂચિત વડતાલધામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

મંદિરનો શિલાન્યાસ કરી કાર્ય નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
મંદિરનો શિલાન્યાસ કરી કાર્ય નિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

હરિભક્તોના પ્રયાસથી આ ભૂમિપ્રાપ્ત થઇ
વડતાલ મંદિર તરફથી જણાવાયું છે કે કચ્છના કાનજીભાઇ વરસાણી સહિતના હરિભક્તોનો અવિસ્મરણિય પ્રયાસને ફળસ્વરૂપે આખરે આ ભૂમિપ્રાપ્ત થઈ છે. આજે મંદિરનો શિલાન્યાસ કરી કાર્યનિર્માણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આગામી બે વર્ષમાં અદ્યતન બાંધકામ સાથે મંદિર નિર્માણ થઈ રહેશે. આ નૂતન મંદિરમાં સંતોના ઉતારા ,વાહન પાર્કિંગ સુવિધા ,ડાઇનીંગ હૉલ, બાળયુવા પ્રવૃત્તિની સુવિધા સાથે ભવ્ય અને દિવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણની આયોજન હાથ ધરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો