તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી માર્ચમાં યોજાશે, ગૃહસ્થ વિભાગની ચૂંટણી મુલતવી રાખી હતી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની સાત બેઠકની ચૂંટણીમાં દેવ સ્વામી, પાર્ષદમાં ઘનશ્યામ ભગત અને બ્રહ્મચારીની બેઠક બિનહરીફ થઇ હતી. જ્યારે ગૃહસ્થની ચાર બેઠક માટે એપ્રિલ-2020માં ચૂંટણી યોજના હતી. પરંતુ કોરોના મહામારીના કારણે આ ચૂંટણી મોકૂફ રહી હતી. કોરોના મહામારી થોડા અંશે હળવી થતાં બાકી રહેલી ચૂંટણી માટે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે સૂત્રોના જણાવ્યાનુસાર, ચૂંટણી માટે મતદાન મથક બદલવા માટે અરજીઓ મોકલવાની તા.24મી માર્ચ,2020 હતી. જે હવે 20મી ફેબ્રુઆરી, 2021 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે 8મી એપ્રિલ,2020ના રોજ યોજાનારી ચૂંટણી સક્ષમ અધિકારીની મંજુરીની અપેક્ષાએ 14મી માર્ચ,21ના રોજ નક્કી કરવામાં આવશે. જોકે, આ મામલે હજુ મંજુરી આવ્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો