તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:વડતાલ સ્વામિ. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે, 50 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત છે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નડિયાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મુખ્ય દંડકે ઓક્સિજન માટે રીતસરની મેરેથોન કામગીરી શૂર કરી છે. નડિયાદની મુખ્ય હોસ્પિટલોમાં ઓક્સિજન ટેન્ક માટે કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે વડતાલમાં શ્રી સ્વામિ. મંદિર સંચાલિત હોસ્પિ.માં હાલના સમયે ઓક્સિજનની તાતી જરૂરિયાત હોઈ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા બાબતે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની મુલાકાત દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી પૂ.ડો.સંતવલ્લભદાસજી અને શ્રી સ્વામિ. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિ.ના સંચાલકો સાથે ચર્ચા થઈ હતી.

તે સંદર્ભે ૫૦ બેડને પૂરતો ઓક્સિજન મળી રહે માટે પાર્ષદ વર્ય કાનજીભગત-જ્ઞાનબાગ, વડતાલ “સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર”ના સાથે ચર્ચા થતા 30 લાખ 50 હજારના આર્થિક સહયોગથી ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના હોસ્પિટલ ખાતે કરાશે છે.

અન્ય સમાચારો પણ છે...