તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદના વડતાલ કિશોરપુરામાંથી જમીનમાં ટાંકો બનાવી સંતાડેલો રૂ. 1.95 લાખનો દારૂ પોલીસે ઝડપી લીધો

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસેને જોઇ બુટલેગર બાપ-દિકરો ફરાર થઇ ગયા

ખેડા જિલ્લામાં તહેવારની મોસમને લઈ ઈંગ્લિશ દારૂની રેલમછેલ જામી છે. બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાજ્ય બહારથી મંગાવી જિલ્લામાં વેચાણ કરી રહ્યા છે. ગતરોજ એલસીબી પોલીસે આ રીતે વેપલો કરતા બાપ-દિકરાના રહેણાંક મકાનમાં ત્રાટકી રૂ. 1.95 લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપી લીધો છે. આરોપીઓએ પોતાના મકાનની બહાર આવેલી ખુલ્લી જગ્યામાં જમીનમાં ટાંકો બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડેલો હતો અને જરૂર મુજબ વેચાણ કરાતો હતો. આ દરોડામાં બન્ને આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા છે.

નડિયાદ એલસીબી પોલીસમાં કામગીરી કરતાં પોલીસ કર્મચારી કુંદન ઉમેદભાઈ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે, ચકલાસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વડતાલ પાસે મોટા પાયે પ્રતિબંધિત ઈંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. તેથી ગતરોજ પોલીસે અહીંયા આવેલા કિશોરપુરા વિસ્તારમાં બુટલેગર જાદવ આશા પરમારના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી આ બુટલેગર મળી આવ્યો નહોતો, પરંતુ તેનો દિકરો બકુલ પરમાર ઘર પાસેની ખુલ્લી જગ્યામાં વાંકો વળી કંઈક શંકાસ્પદ હિલચાલ કરતો પોલીસને જોવા મળ્યો હતો. જેથી પોલીસે આરોપીને ઓળખી જતાં તેની બુમ પાડતાં આરોપી બુટલેગર બનાવ સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પહોંચેલી પોલીસે આ જગ્યાએ જોતાં જમીનમાં ખાડો ખોદી તેમાં એક ટાંકો હતો. જેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસે પંચોને બોલાવી દારૂના જથ્થાને બહાર કાઢી ગણતરી કરી હતી. જેમાં વિદેશી દારૂની પેટી નંગ 27 તથા નાની મોટી છુટી બોટલો 333 મળી કુલ રૂપિયા 1 લાખ 95 હજાર 900નો દારૂ કબ્જે લીધો છે. આ બનાવમાં ફરાર થયેલા બુટલેગર બાપ દિકરા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...