તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે શિક્ષાપત્રીની 195મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઊજવણી કરવામાં આવી છે. સવારે સુંદરપગીના કુવા પરથી સોનાની પાલખીમાં શિક્ષાપત્રીજી પધરાવીને નગરયાત્રાના રૂપમાં મંદિર પરિસરમાં પધાર્યા હતા. મંદિરના સભામંડપમાં સંતો હરિભક્તોએ શિક્ષાપત્રી પુજન કર્યું હતું. 400 ઉપરાંત સત્સંગીઓએ શિક્ષાપત્રી વાંચન અને પુજનનો લાભ લીધો હતો. ગુરૂકુળના 40થી વધુ વિદ્યાર્થીઓ પણ પૂજનમાં જોડાયા હતા.
મંદિરના ચોકને પથ્થરથી મઢાવવા માટે કરોલીના હરિકૃષ્ણ યજમાન બન્યા હતા. વડતાલ સંસ્થા તરફથી કોઠારી ડો. સંત સ્વામી - ચેરમેન દેવ સ્વામી, શાસ્ત્રી હરિકપ્રકાશ સ્વામી, પુ ગોવિંદ સ્વામી મેતપુરવાળા,પુ શુકદેવ સ્વામી નાર, પૂ નૌતમ સ્વામી અને લાલજી મહારાજના વરદ હસ્તે હસ્તલિખિત પ્રસાદીની શિક્ષાપત્રી હરિકૃષ્ણ પટેલને ભેટ અર્પણ કરવામાં આવી હતી.
ચેરમેને પ્રસાદીના સ્થળ પર સ્મૃતિછત્રીઓ કરીને જીર્ણોદ્ધાર કરાવ્યો
ભગવાન હરિએ જયાં સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી લખી હતી, તે હરિમંડપના પાછળના ભાગે સવારે શિક્ષાપત્રી યજ્ઞ યોજાયો હતો. જેના યજમાન હાઇકોર્ટના નિવૃત્ત જજ અશોક દવે જે છેલ્લા 49 વર્ષથી શિક્ષાપત્રી યજ્ઞનો લાભ લે છે. જેમાં ભુદેવો અને સંતોએ મંત્ર આહુતી અર્પણ કરી હતી. સવારે સુંદર પગીના પ્રસાદીના કુવાનું પુજન સંતો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. સંતસ્વામીએ જમીન સંપાદન અને જમીન સમથળ કરવા અંગેની વિગતો જણાવી હતી. ચેરમેન દેવ સ્વામીએ આવા તમામ પ્રસાદીના સ્થળ પર સ્મૃતિછત્રીઓ કરાવીને જીર્ણોદ્ધાર કરાવ્યો છે.
મંગળવારે વડતાલ ટેમ્પલ કમીટીના સભ્યો ઘનશ્યામ ભગત વગેરેએ કુવાનું પૂર્તકર્મ પૂજાવિધિ કરી હતી. પૂ નૌતમ સ્વામીએ ડો.સંતસ્વામી અને ઘનશ્યામ ભગતે દાખવેલા પુરૂષાર્થને બિરદાવ્યો હતો. સભા મંડપમાં શાસ્ત્રીસ્વામી નારાયણદાસજીએ શિક્ષાપત્રીનું વાંચન કર્યું હતું અને રસદર્શન કરાવ્યું હતું. પૂજ્યલાલજી પૂ.સૌરભપ્રસાદજી મહારાજે યજમાન હરિભક્તો પર પુષ્પપાંદડીઓનો અભિષેક કરી વધાવ્યા હતા. આ પ્રસંગે ડો.સંતસ્વામી, નૌત્તમપ્રકાશદાસજીસ્વામી, શુકદેવસ્વામી, હરિપ્રકાશદાસજીસ્વામી, ચેરમેન દેવપ્રકાશસ્વામી વગેરેએ ઉદબોધન કર્યા હતા.
નંદસંતોની પ્રતિમાનું સંતોદ્વારા ભાવપુજન કરાયું
આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઓનલાઇન આર્શિવચન પાઠવ્યા હતા. સભામંડપમાં સંતો દ્વારા સેક્રેટરીઓ સહિત અન્યનું સન્માન કરાયું હતું. આજે સદગુરૂ બ્રહ્માનંદ સ્વામીની 249મી જન્મજયંતિ તથા સદગુરૂ નિષ્કુળાનંદ સ્વામીની 255 વર્ષની જન્મજયંતિ હોવાથી બન્ને સદગુરૂ નંદસંતોની પ્રતિમાનું સંતોદ્વારા ભાવપુજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના યજમાનો કેન્યા ખાતે રહેતા હતા.
હરિ મંડપમાં બહેનોને સવારે 7 થી સાંજે 7 સુધી દર્શન અને પાઠનો લાભ મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઋતુરાજ વસંત અર્થાત્ વસંતપંચમીનો મોટો મહિમા હોય છે. આ મંગલદિને સંપ્રદાયના અજોડ ગ્રંથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે પ્રાદુર્ભાવ થયો હતો. શ્રીહરિએ સ્વહસ્તે પોતાની વાણીરૂપ આ આજ્ઞાપત્રીની સર્વજીવોના કલ્યાણ અર્થે રચના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.