તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ખેડા જિલ્લામાં 4 દિવસમાં 34 હજાર અને 5 માસમાં 7 લાખનું વેક્સિનેશન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં હજુ પણ 12.68 લાખ લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, 62 ટકા બાકી

ખેડા જિલ્લામાં વેક્સિન મહા અભિયાન અંતર્ગત ચાર દિવસ 35 હજારથી વધુ યુવાધનને રસી મુકવામાં આવી છે. જ્યારે 5 માસ દરમિયાન જિલ્લામાં 7.08 લાખ લોકોને વેક્સિન લીધી છે. જેમાં પ્રથમ ડોઝ 5.40 લાખ અને બીજો ડોઝ 1.68 લાખ લોકોએ લીધો છે. હાલમાં છેલ્લા ચાર દિવસથી દૈનિક 11,320 હજારથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.

આ ગતિ વેક્સીનની કામગીરી ચાલી તો દિવાળી સુધીમાં જિલ્લાના 15 લાખ લોકો વેક્સિન પ્રથમ ડોઝ મળી જશે. જયારે બીજા ડોઝ આગામી મે 2022 પૂર્ણ થશે તેમ હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે. ખેડા જિલ્લામાં વસ્તીના ધોરણને ધ્યાને રાખી તો 37 ટકા વેક્સિન કામગીરી પૂર્ણ થઇ છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 3.76 લાખ પુરુષ અને 3.31 લાખ મહિલાઓએ વેક્સિન લીધી છે. જયારે હજુ પણ 45 વર્ષથી ઉપરના લોકોમાં 2.80 લાખ લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. જયારે 60 ઉપરના લોકોમાં 2.29 લાખ લોકોએ વેક્સિન એક પણ ડોઝ લીધો નથી. યુવાધનને વેક્સિન મુક્યાનું શરૂ થયું ત્યારથી આજદિન સુધીમાં 1.98 લાખ યુવક-યુવતીઓ વેક્સિન મૂકાવી ચૂક્યા છે.

જેમાં હજુ પણ 7.58 લાખ ઉપરાંત યુવાનો એ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. હાલના સંજોગોમાં ત્રીજી લહેરોની સંભાવના વર્તાઇ રહી છે. તે પહેલા જિલ્લામાં તમામ લોકોને વેક્સિન મળી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...