તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર:બાલાસિનોર કાલુપુર વિસ્તારમાં બે યુવાનને છરીના ઘા ઝીંકાયા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલવાની ના પાડતાં શખસે હુમલો કર્યો હતો

બાલાસિનોર શહેરના કાલુપુર વિસ્તારમાં યુવાને અપશબ્દો બોલવાની ના પાડતાં એ જ વિસ્તારના શખસે છરી વડે હુમલો કરી બે યુવકને ઇજા પહોંચાડી ધમકી આપી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોરના કાલુપુર કોર્ટ પાછળ રહેતાં મોઇનુદ્દીન ઇમરાનઅલી કાઝી તેના મિત્ર સાથે ઉભા હતા. ત્યારે એ જ વિસ્તારના સાહીલમીયા અલ્લારખામીયા મોગલ નામનો શખસ એલફેલ ગાળો બોલતો હોઇ મોઇનુદ્દીન અને તેના સાહેદે અપશબ્દો બોલવાની ના પાડી હતી. તેનાથી ઉશ્કેરાઇ જઇને સાહીલમીયા મોગલે તેના પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી ઉપરાછાપરી આડેધડ ઘા ઝીંકી બન્નેને ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી ફરાર થઇ ગયો હતો. આ અંગે મોઇનુદ્દીન ઇમરાનઅલી કાઝીએ બાલાસિનોર પોલીસમથકમાં સાહીલમીયા અલ્લારખામીયા મોગલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી બાલાસિનોરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો