તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:થર્મલ ખાતે સોનાની ચેનની ચોરી કરતાં બે વ્યઢંળ ઝડપાયાં

સેવાલિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • થર્મલની સોસાયટીનો બનાવ : કિન્નરોએ ધોકાવાળી કરી

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીકના થર્મલ ખાતેની નાલંદા સોસાયટીમાંથી એક કિશોરના ગળામાંથી સોનાની ચેનની ચોરી કરી ભાગવા જતાં રાજકોટના બે નકલી વ્યંઢળને લોકોએ ઝડપી લઇ સેવાલિયા પોલીસને સોંપી દીધાં હતા. સેવાલિયાના થર્મલ ચોકડી પાસેની નાલંદાપાર્ક સોસાયટીમાં રવિવારે સાંજના સુમારે રાજકોટ પંથકના પર્વતભાઇ નથુભાઇ રાઠોડ તથા સંદિપભાઇ ચમનભાઇ પરમાર વ્યંઢળનો વેશ ધારણ કરી દિવાળીની બોણી ઉઘરાવવા આવ્યાં હતા. જ્યાં બન્નેએ એક મકાનમાં પીવા માટે પાણી માગ્યું હતુ. ત્યારે ઉભા કિશોરના ગળામાં સોનાની ચેન જોઇ બન્ને શખસે ચેન આંચકી લઇ ભાગવા માંડતા બાળકે બુમાબુમ કરી મુકતાં સોસાયટીના રહીશોએ પીછો કરી ઝડપી લીધાં હતા.

સ્થાનિક રહીશોએ સેવાલિયા પોલીસ અને અસલી વ્યંઢળોને બોલાવી લીધાં હતા. રિક્ષામાં લાકડીઓ સાથે આવેલાં ચારેક કિન્નરોએ બન્ને નકલી વ્યંઢળો પર ધોકાવાળી કરી મેથીપાક ચખાડ્યો હતો. સરાજાહેર સ્ત્રીના વેશમાં રહેલાં અસલી કિન્નરોના હાથે થતી નકલી વ્યંઢળોની ધોલાઇને જોવા લોકો ટોળે વળ્યાં હતા. બન્ને કિન્નર શખસના કપડા ચિંથરેહાલ થયા હતા. આખરે સેવાલિયા પોલીસે વચ્ચે પડી બન્ને શખસને છોડાવી પોલીસમથકે લઇ આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો