તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નરસંડામાં બે પુત્રો-પુત્રવધુએ માતાને ઘરમાંથી કાઢી મુકી, ચકલાસી પોલીસમથકે ફરિયાદ નોંધાઇ

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નરસંડામાં બે પુત્રો અને પુત્રવધુએ માતાને ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકતાં આ મામલે માતાએ ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નરસંડામાં રહેતા શાંન્તાબેન કાંન્તિભાઇ વાઘેલા (ઉ.વ.67) પોતાના પુત્ર વિજય અને હરીશભાઇ તેમજ પુત્રવધુ હસુમતિબેન સાથે રહેતા હતા. ગત તા.25 મી નવેમ્બરના રોજ બંને પુત્ર અને પુત્રવધુએ શાંન્તાબેન સાથે ઝઘડો કરીને, તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જે તે દિવસે શાંન્તાબેન પાડોશીના ઘરે રહ્યા અને ત્યારબાદ સંતરામ મંદિર ગયા હતા. જ્યાંથી તેઓ ઘરે પરત જતાં ધાક ધમકી આપીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ અંગે તેઓએ ચકલાસી પોલીસ મથકે બે પુત્ર અને પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...