મહિલાઓ દ્વારા સેવા-પૂજા નો વિવાદ ફરી ઉભો:ડાકોર મંદિરમાં બે બહેનો આજે પૂજા કરવા પહોંચશે

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ ડાકોરમાં મહિલાઓ દ્વારા સેવા-પૂજા નો વિવાદ ફરી ઉભો થાય તેવી સ્થિતિ બની છે. ગત ઓક્ટોબર માસમાં સ્વ.સેવક કૃષ્ણલાલ સેવક ના સીધી લીટીના વારસદાર બહેનો ઇન્દીરાબેન કૃષ્ણલાલ સેવક અને ભગવતીબેન કૃષ્ણલાલ સેવક સેવા પૂજા કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. પરંતુ મહિલાઓ રણછોડજી ની સેવા-પૂજા ન કરી શકે તેમ કહી મંદિર ટ્રસ્ટ દ્વારા મહિલાઓને ગર્ભગૃહમાં પ્રવેશ આપ્યો ન હતો. સમગ્ર મામલે હાઈ પ્રોફાઈલ ડ્રામા સર્જાયો હતો. જોકે બે દિવસ બાદ પોતાનો વારો પૂર્ણ થઈ જતા બંને વારાદારી બહેનો ઘરે પરત ફર્યા હતા.

હવે તા.19 અને 20 નવેમ્બરના રોજ આ બંને વારાદારી બહેનોનો સેવા પૂજા નો વારો ફરી આવતો હોઈ બંને બહેનો પોતાનો પરંપરાગત હક્ક લેવા માટે આવનાર હોવાનું ઇન્દીરાબેન જણાવ્યું છે. ત્યારે શું મંદિર પ્રશાસન બહેનોને મંજૂરી આપશે? શુ ઈન્દીરાબેન અને ભગવતીબેન ફરીથી ગર્ભગૃહની બહાર જ ગાંધી ચિંધ્યા માર્ગે બેસી રહેશે? તેવા અનેક પ્રશ્નો છે જેના જવાબ આવતી કાલે મળશે.

અન્ય સમાચારો પણ છે...