તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:ખેડા જિલ્લામાં આજે બે જુદા જુદા મારામારીના બનાવો સામે આવ્યા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં ઘર પાસે મોટરસાયકલ પાર્કિંગ કરવા બાબતે મારામારી થતાં ત્રણ સામે ફરિયાદ
  • માતરના રધવાણજમાં ખેતરના શેઢા બાબતે મારામારી થતાં ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો

ખેડા જિલ્લામાં આજે બે જુદા જુદા મારામારીના બનાવો સામે આવ્યા છે. નડિયાદ શહેરમાં ઘર પાસે મોટરસાયકલ પાર્કિંગ કરવાની તકરારમાં મારામારી થઇ છે. જ્યારે માતરના રધવાણજમાં ખેતરના શેઢા બાબતે મારામારી થતાં હદ ધરાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

ઘર નજીક મોટરસાયકલ પાર્ક કરવા બાબતે બબાલ થઇ

નડિયાદ શહેરમાં પાંચહાટડી વિસ્તારમાં રહેતા મુબીન ખોખરની સાથે આ વિસ્તારમાં રહેતા ત્રણ વ્યક્તિઓએ ઝઘડો કર્યો હતો. ગતરોજ રાત્રે મુબીન પોતાના ઘરે હતો તે સમયે ઘર નજીક મોટરસાયકલ પાર્ક કરવા બાબતે આ વિસ્તારમાં રહેતા મુસ્તકિમ વ્હોરા, સુફીયાન વ્હોરા અને અફઝલ વ્હોરાએ બોલાચાલી કરી હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા મારામારીમાં પરિણમી હતી. આક્રોશમાં આવેલા ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓએ લાકડી વડે મુબીન પર હુમલો કર્યો હતો. આથી આ અંગે મુબીને ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

રધવાણજ ગામે ખેતરના શેઢા બાબતે મારામારી થઇ

જ્યારે માતર તાલુકાના રધવાણજ ગામે ખેતરના શેઢા બાબતે મારામારી થઇ છે. આ ગામના બામણીયા વિસ્તારમાં રહેતા ઉષાબેન ગઢવી અને તેમના દિકરા કુલદીપની સાથે ગામમાં રહેતા રમેશ ચૌહાણ, મેલાભાઈ ચૌહાણ, વિપુલ ચૌહાણ અને યોગેશ ચૌહાણે ભેગા મળીને મારામારી કરી છે. ખેતરના શેઢા બાબતે મારામારી થતાં આ અંગે મહિલાએ ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...