તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સેવાલીયામાંથી દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો ઝડપાયા, રૂ. 58,120 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરાઇ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સેવાલીયા પોલીસે બાતમીના આધારે એક્ટિવા ઉપર દારૂની હેરાફેરી કરી રહેલા બે શખસોને ઝડપી પાડી, તેમની પાસેથી રૂ.58,120 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યછાહી હાથ ધરવામાં આવી છે. સેવાલીયા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેવાલીયા જૂની ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ગોધરા તરફથી એક એક્ટિવા પર એક ઇસમો દારૂ લઇને જઇ રહ્યા હતા.

જે બાતમીના આધારે પોલીસ વોચમાં ગોઠવાઇ થઇ હતી. દરમિયાન બાતમી મુજબનું એક્ટિવા આવતાં તેને રોકી તપાસ કરતાં વિષ્ણુ ઉર્ફે અજય શનાભાઇ તળપદા તથા અભી અશોકભાઇ બ્રહ્મભટ્ટ પાસેથી પોલીસે દારૂ, રોકડ તેમજ એક્ટિવા મળી કુલ રૂ.58,120 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો