ખેડા જિલ્લામાં વાહનોની ઉઠાંતરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં ખેડા શહેરમાં આવેલ એકજ સોસાયટીમાંથી બે મોટરસાયકલની ચોરીના બનાવે ચકચાર જગાવી છે. ઘર પાસે પાર્ક કરેલ મોટર બાઈકની ચોરી અંગેની ફરિયાદ ખેડા ટાઉન પોલીસમાં આજે નોંધાઈ જવા પામી છે.
ખેડા શહેરમાં મહેમદાવાદ રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતા લાલસિંહ પરમારનું મોટરસાયકલ ગત તા. 4 ઓગસ્ટના રોજ રાત્રેથી બીજા દિવસના સવાર સુધીના સમયગાળામાં ચોરાઈ ગયું છે. ઘર પાસે પાર્ક કરેલ મોટર સાયકલની ચોરીની જાણ બીજા દિવસે લાલસિંહને જાણ થતાં તેઓએ શોધખોળ આદરી હતી. દરમિયાન આ સોસાયટીમાં રહેતા મહેશભાઈ ગોહેલનું મોટરસાયકલ પણ આજ રાતે ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું.
બન્ને વાહનોના માલિકોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી પરંતુ આજ દિન સુધી તેમના વાહનનો કોઈ ભાળ નહી મળતાં ગતરોજ આ અંગે લાલસિંહ પરમારે ખેડા ટાઉન પોલીસે જઈ ફરિયાદ આપી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.