તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માતરના અસામલી પાસે કારની ટક્કરે બે ઇજાગ્રસ્ત

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દવા લઇને પાછાં આવતાં અકસ્માત થયો

માતર તાલુકાના અસામલી ગામ નજીક ગાડીની હડફેટે બાઇકસવાર બે યુવાનને ગંભીર ઇજા થતાં દવાખાને ખસેડાયાં હતા. બન્ને યુવાન બાઇક લઇને મહેમદાવાદ દવા લઇને પરત આવતાં અકસ્માતનો ભોગ બન્યાં હતા.

માતરના અસામલી ગામે રહેતાં અશોકભાઇ ગોહેલ તેના મિત્ર પ્રતાપભાઇ મકવાણા સાથે અસામલીથી મહેમદાવાદ દવા લેવા ગયા હતા. જ્યાંથી દવા લઇને પરત ફરતી વખતે ખેડા-મહેમદાવાદ રોડ, પટેલવાડી નજીક પહોંચતાં સામેથી રોંગ સાઇડમાં ધસી આવેલાં અલ્ટોગાડીના ચાલકે પુરઝડપે તેની ગાડી ચલાવી બાઇકને ટક્કર મારતા અશોકભાઇ અને પ્રતાપભાઇને ઇજા પહોંચાડી ગાડીચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે અશોકભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ગાડીચાલકની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...