મેઘમલ્હાર:કપડવંજ તાલુકામાં બે ઈંચ વરસાદ જિલ્લામાં બે દિવસમાં 4 ટકાનો વધારો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપડવંજ શહેર સહિત પંથકમાં વિતેલા 36 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. - Divya Bhaskar
કપડવંજ શહેર સહિત પંથકમાં વિતેલા 36 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
  • ખેડા જિલ્લામાં સિઝનનો વરસાદ 54.47 ટકા, હજી મેઘરાજા મનમુકીને વરસે તેવી આશા

ખેડા જિલ્લામાં મેઘરાજા ધીરા ધીરા વરસી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી સર્જાયેલ વરસાદી સિસ્ટમ વચ્ચે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સિઝનમાં સૌથી વધુ વરસાદ નડિયાદ પંથકમાં 73.52 ટકા જ્યારે સૌથી ઓછો વરસાદ ગળતેશ્વર 22.36 ટકા નોંધાયો છે. આમ જિલ્લામાં ક્યાક મેઘરાજાની મહેર છે, તો ક્યાંક મેઘરાજા રીસાઈ જતા ધરતી પુત્રો ચિંતીત છે..

આ સિવાય જો વાત કરીએ વિતેલા 36 કલાક દરમિયાન પડેલા વરસાદની તો જિલ્લામાં 36 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કપડવંજ પંથકમાં 2 ઇંચ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ મહેમદાવાદમાં 4 એમ.એમ. નોંધાયો છે. જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં 34 એમ.એમ એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નોધનીય અને ગંભીર બાબત એ છેકે છેલ્લા 36 કલાકમાં ખેડા પંથકમાં વરસાદનો છાંટો ય પડ્યો નથી. જ્યારે મહેમદાવાદમાં 4 એમ.એમ, માતરમાં 09 એમ.એમ. અને મહુધામાં 12 એમએમ વરસાદ વરસ્યો છે, જે ચિંતાજનક કહી શકાય.

વિતેલા 36 કલાકનો વરસાદ અને વિતેલા ત્રણ દિવસની ટકાવારી દર્શાવતુ પત્રક

તાલુકોછેલ્લા 36 કલાક13 સપ્ટે.12 સપ્ટે.11 સપ્ટે.
નો વરસાદ (mm)ટકાવારીટકાવારીટકાવારી
ગળતેશ્વર1622.3620.3819.52
કપડવંજ5561.9556.0654.57
કઠલાલ1639.8338.0338.03
ખેડા067.4467.4462.52
મહેમદાવાદ470.6970.5669.32
મહુધા1250.2848.947.41
માતર965.6564.7461.37
નડિયાદ3479.5277.1571.35
ઠાસરા3823.1218.3517.97
વસો2564.8962.7860.28
કુલ20954.4752.3550.07
અન્ય સમાચારો પણ છે...