તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસ મથકની દિવાલ કુદી ભાગેલા બે કોન્સ્ટેબલ જેલમાં, રિમાન્ડ પૂર્ણ થતાં બિલોદરા જેલમાં મોકલવામાં આવ્યાં

નડિયાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા આરોપીના મુદ્દામાલ છોડાવવા માટે લાંચ લેતા બે પોલીસ કર્મચારી એસીબીના છટકામાંથી ભાગી છૂટ્યાં હતાં. આ બન્નેએ બાદમાં આગોતરા મુક્યા હતા. જોકે, તે વિડ્રો કરતાં એસીબીએ બન્નેની સત્તાવાર ધરપકડ કરી, તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.જેમાં તેમના 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

નડિયાદ એસીબી દ્વારા 6ઠ્ઠી નવેમ્બર,2020ના રોજ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં જુગાર રમતા પકડાયેલા શખસના મુદ્દામાલ છોડાવવા માંગ લાંચ માંગનારા હેડ કોન્સ્ટેબલ નારણભાઈ ભરવાડ અને કોન્સ્ટેબલ આલાભાઈ રબારી ફસાયાં હતાં. જોકે, બન્નેને એસીબીની ગંધ આવી જતાં તે સમયે જ પોલીસ સ્ટેશનની દિવાલ કુદી નાસી ગયાં હતાં. જોકે, પોલીસે સ્થળ પરથી વચેટિયાની ધરપકડ કરી હતી. જેના આધારે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં હતાં. બાદમાં બંનેની અટક કરી, તેમને કોર્ટમાં રજૂ કરી, 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ મંગળવારે પૂર્ણ થતાં બંનેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં, કોર્ટે તેમને બિલોદરા જેલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો