સટ્ટો:નડિયાદમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં બે ઝડપાયા : એક ફરાર

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી પોલીસે રોકડ, ટીવી, મોબાઇલ, સેટઅપ બોક્સ, કબજે લીધા

નડિયાદ શહેરમાં રહેણાંકી મકાનમાં ગતરાત્રિના ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં-રમાડતાં બે શખસને ખેડા એલ.સી.બી.ટીમે દબોચી લીધાં હતા. જો કે, એક શખસને પોલીસ પકડી શકી ન હતી.

નડિયાદ શહેરના પવનચક્કી રોડ પરની ખુશ્બુ ટાઉનશીપ, બી/864માં રહેતો આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઇ પટેલ (ઉવ.29)નામનો શખસ બહારથી માણસો બોલાવી તેના મોબાઇલ ફોનમાં આઇ.પી.એલ.2020 ક્રિકેટ મેચ દુબઇમાં રમાતી પંજાબ અને રાજસ્થાન વચ્ચેની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની પૂર્વબાતમીના આધારે ખેડા એલ.સી.બી.ના હેડકોન્સ્ટેબલ ધર્મપાલસિંહ ફતેસિંહ સહિતનાએ છાપો મારી રંગેહાથ ક્રિકેટનો સટ્ટો રમાડતાં આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઇ પટેલ (ઉવ.29) તથા ફરજાનઅહેમદ ઉર્ફે જોન્ટી રીઝવાનઅહેમદ અન્સારી (ઉવ.23)રહે.આશ્રમચાલી, મીલરોડ, નડિયાદ)ને ઝડપી લીધાં હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.900 તથા રૂ.8,000ના બે મોબાઇલ ફોન, રૂ.1000નું એક ટી.વી., રૂ.500નું સેટઅપ બોક્સ મળી કુલ રૂ.10,400નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની પૂછતાછમાં બન્ને શખસો પોતાના મોબાઇલફોનથી ક્રિકેટ મેચના સોદા નડિયાદના જી.જી.સીંધી (રહે.જવાહરનગર)ની પાસે કપાવતાં હોવાની કબૂલાત આપી હતી.

આ અંગે એલસીબીના હેડકોન્સ્ટેબલ ધર્મપાલસિંહ ફતેસિંહએ નડિયાદ પશ્ચિમ પોલીસમથકમાં ત્રણે શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કરાવી ફરાર ત્રીજા શખસની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...