કાર્યવાહી:વેરસા પાટિયા પાસે ડાલામાં બે બળદને ક્રૂરતાપૂર્વક બાંધી કતલના ઈરાદે લઈ જતાં 3 ઈસમ ઝડપાયા

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે,પીકઅપ ડાલામાં ગેરકાયદેસર ગૌવંશ ભરીને કતલખાને લઈને જવાના છે. જે ભાથલા તરફથી બાલાસિનોર આવનાર છે. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર વૉચ રાખીને બાતમી આધારિત ડાલુ આવતા તેને ઉભું રાખ્યુ હતું અને ઈસમોને નીચે ઉતારી પૂછપરછ કરી હતી.

ઈસમોએ પોતાના નામ ગોવિંદભાઈ પરમાર અને અનીલભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ડાલુની તપાસ કરતાં અંદરથી બે બળદ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યાં હતા. તેમજ ડાલુના ચાલક અરવિંદભાઈ પરમાર (રહે. ઠાસરા) આ ગૌવંશને ગોધરા પાંજરા પોળમાં લઈ જતાં હોવાનું અને બાલાસિનોરના સાદિકભાઈએ કતલના ઈરાદે ગૌવંશ મંગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બે બળદની કિંમત 45 હજાર રૂપિયા ગણીને ડાલુ અને મોબાઈલ સહિત કુલ 2.43 લાખનો મુદ્દામાલ કર્યો હતો. તેમજ ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુ્દ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...