તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કણજરીમાં 50 હજારના દારૂ સાથે બે ઝડપાયા, દારૂ સહિત 1.17 લાખનો મુદ્દામાલ કબ્જે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

નડિયાદ તાલુકાના કણજરીમાં વિજીલન્સ દ્વારા દરોડો કરીને દારૂનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. પોલીસે બે શખ્સોની અટક કરી હતી, જ્યારે અન્ય એક આરોપી મળ્યો ન હતો. હાલમાં આ મામલે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે રૂ.50 હજારનો દારૂ મળી કુલ રૂ.1.17 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. નડિયાદ નજીકના કણજરી ગામે વિજીલન્સની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.

ગામમાં આવેલા બંસી સોસાયટીના કોમન પ્લોટમાંથી પોલીસે રૂ. 50,490 ની કિંમતના દારૂ સાથે સુનીલ ઉર્ફે જાડિયો અજીતભાઇ રાજ, સુરેશ બચુભાઇ ભૂરિયાને ઝડપી પાડ્યા હતા. જ્યારે રમેશ પરષોત્તમભાઇ શર્મા (તમામ રહે. કણજરી) મળી આવ્યો ન હતો. પોલીસે દારૂ ઉપરાંત રોકડ, મોબાઇલ અને બે વાહનો મળી કુલ રૂ. 1,17,650 નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો