દરોડા:મહેમદાવાદમાંથી 9 હજારના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યાં
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે મહેમદાવાદ શહેરના વેરાઇમાતા મંદિરની સામે આવેલ ચાની લારીની બાજુમાં ભરતભાઇ અને અશોકભાઈ વિદેશી દારૂ સંતાડી રાખી છુટકમાં વેચાણ કરે છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે બાતમીવાળી જગ્યા પર એક ઇસમ થેલી લઈને ઉભો હતો તે પોલીસને જોઇ ભાગવા જતા તેને રાઉન્ડઅપ કર્યો હતો.

પોલીસ ટીમે તેની પાસેથી વિદેશી દારૂ બોટલ નં-2 કિ.રૂ 1200,રોકડ રૂ.600,મોબાઇલ કિ.રૂ8 હજાર મળી કુલ રૂ. 9, 800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પકડાયેલ ભરતભાઈ કિશનભાઇ સોઢા પરમાર ની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ અશોકભાઇ શનાભાઇ સોઢા પરમારનો હોવાનું અને દારૂ વેચાણ અર્થે આપ્યો હોવાનું જણાવ્યુ હતુ.આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે 2 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...