તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામજનોનો વિરોધ:રધવાણજ ટોલટેક્સ મુદ્દે ગ્રામજનો વિફર્યાં, ગરનાળુ ચાલુ કરો પછી ટોલ ઉઘરાવો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માતરના ખેડૂતોએ ટોલટેક્સ રદ કરવા ટોલ પ્લાઝા પર આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
માતરના ખેડૂતોએ ટોલટેક્સ રદ કરવા ટોલ પ્લાઝા પર આવેદનપત્ર આપ્યું હતું.
  • કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

રધવાણજ ટોલ નાકા પર ફરજીયાત ફાસ્ટટેગ અને ટોલ માફી પાત્ર ગામોને ફરજીયાત પાસના મામલે ગ્રામજનોમાં વિરોધ ઉઠ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું છે કે, તંત્ર પહેલા દાંડી માર્ગનું ગરનાળું ચાલુ કરાવે, પછી જ ટોલ ટેક્સ ઉઘરાવે. આ માગણી નહીં સ્વીકારાય તો જલદ આંદોલન કરવામાં આવશે. આ અંગે કલેક્ટર અને ટોલ પ્લાઝા પર આવેદનપત્ર આપી આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ – વડોદરા સુપર એક્સપ્રેસ વે પર આવેલા રધવાણજ ટોલ નાકા પર 1લી જાન્યુારી, 2021થી ફાસ્ટટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે અત્યાર સુધી ટેક્સમાં માફી મેળવતા સંધાણા, સોખડા, આંત્રોલી, વણસર, માતર, રધવાણજ, રતનપુર, હૈજરાબાદ, અલીન્દ્રા, ઉંટઇ, ખડીયારાપુરાના ગામોને પણ ફરજીયાત પાસ લેવાનો થશે. જેને કારણે દરેક વાહન ચાલક પર આર્થીક બોજ વધશે. આ નિર્ણય સામે માફી મેળવતા તમામ ગામમાં રોષ ભડક્યો છે.

આ અંગે સોમવારના રોજ કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગ્રામજનોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, માતરથી નડિયાદ જવાનો જુનો માર્ગ હાલ દાંડી માર્ગ તરીકે પ્રસ્થાપિત છે. જે રસ્તા પર વરસોથી અવર જવર થાય છે. પરંતુ પરિશ્રમ ફાર્મ પાસે સીધા હાઈવે પર ચઢાવાના કારણે તથા બાયપાસ અન્ડર બ્રિજ ન હોવાથી અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા છે. આ બાબતે કલેક્ટર અને આર એન્ડ બી, પોલીસ અધિકારીને વારંવાર રજુઆત છતાં કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

નડિયાદ માટે ખેડૂતોની સતત અવર જવર રહે છે
ખેડા ટોલ પ્લાઝા પર 1લી જાન્યુઆરી, 2021 પર ટોલટેક્સ લેવાની જાહેરાત કરવામાં આવી છે. જે તદ્દન ગેરવ્યાજબી છે. જિલ્લાના વડા મથક નડિયાદ પર મોટી હોસ્પિટલ, મોટી શાકમાર્કેટ, શિક્ષણ સંસ્થાઓ આવેલી છે. જે અતિ આવશ્યક છે. જેના માટે દરરોજ અવર જવર રહેતી હોય છે. ખેડૂતોએ પણ દરરોજ પોતાનું વાહન લઇને પોતાની શાકભાજી માટે અવર જવર કરવી પડે છે. આ સ્થિતિમાં ટોલ ઉઘરાવવાની જાહેરાત નુકશાનકારક છે.> વિપુલ કા.પટેલ, સરપંચ, માતર.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો