તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પીપલગ રોડ પર ડીવાઇડર સાથે ભટકાતાં કારની ગુલાંટ

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં સવાર ચારૂસેટ હોસ્પિટલના તબીબનો બચાવ

નડિયાદ શહેર નજીકના પીપલગ રોડ પર એક કાર ડીવાઇડર સાથે ભટકાઇને ઉંધા માથે થઇ હતી. અકસ્માતમાં કારના તબીબ ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાસ્થળે આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતા. નડિયાદ પાસેના પીપલગ રોડ ઉપર શનિવારે ઢળતી સાંજના સુમારે માતેલાસાંઢની જેમ પુરઝડપે દોડી જતી એક ગાડી નંબર જી.જે.07.ડીડી.0077 એકાએક પલટી ખાઇને રસ્તા પરના ડીવાઇડરની સાથે ધડાકાભેર અથડાઇને ઉંધા માથે થઇ હતી. અકસ્માતમાં કારના ચારેય પૈડા ઉપર થઇ ગયા હતા. ગાડીની હાલત જોતાં તેના ડ્રાઇવરના જીવતા રહેવા પર લોકોમાં શંકા જાગી હતી.

જો કે, રામ રાખે તેને કોણ ચાખે પંક્તિને ચરિતાર્થ કરતાં આ અકસ્માતમાં કારમાં બેઠેલાં અને આણંદની ચારૂસેટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં અને નડિયાદ તરફ આવતાં કારચાલક ડો.દવેનો કુદરતી બચાવ થયો હતો. જ્યારે ગાડીનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટયાં હતા. આ અકસ્માતની જાણ થતાં નડિયાદ પશ્ચિમ પોલીસ કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે ધસી ગયો હતો. જો કે, આ અંગે ભોગગ્રસ્ત તબીબે પોલીસમાં કોઇ નોંધ કરાવી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો