ઉજવણી:ડાકોર મંદિરમાં અધિક માસ નિમિત્તે તુલસી વિવાહ ઉજવાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર ચાર વર્ષ બાદ એકાદશીએ તુલસી વિવાહ ઉજવાય છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સોમવારે ડાકોર મંદિરમાં એકાદશી નિમિત્તે તુલસી વિવાહ યોજાયો હતો. નોંધનીય છે કે, દર ચાર વર્ષે એકાદશીએ તુલસીવિવાહ ઉત્સાહભેર ઊજવાતો હોય છે.

ચાલુ વર્ષે અધિકમાસ એકાદશી હોઈ ડાકોર મંદિરમાં તુલસી વિવાહ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર દ્વારા તથા વૈષ્ણવ દ્વારા મંદિરમાં અલગ અલગ લગ્નના કુંજ બનાવી મંદિરની પરિક્રમામાં ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં શ્રીકૃષ્ણ ભગવાનને વરરાજાનો શણગાર કરી લગ્ન કુંજમાં બિરાજમાન કરીને તુલસી માતા સાથે વિધિવત રીતે લગ્ન કરાવ્યા હતા. આ નયનરમ્ય દૃશ્યનો ભક્તોએ ભાવવિભોર થઈને લાભ લીધો હતો. સમગ્ર વિવાહમાં સહુએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...