તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેવાન પિતા:પુત્રના મોહમાં પિતાની સગી પુત્રી સાથે દૂષ્કર્મ આચરવાની કોશીષ, ભુવાએ કુંવારીકા સાથે શારીરિક સંબંધ બાંધવાનું જણાવ્યુ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઠાસરાના ગામમાં રહેતા આધેડને છ દિકરીનો જન્મ થયો હતો. સાતમા સંતાનમાં તેને પુત્રની લાલસા જાગી હતી. જેમાં તેણે ભુવાનું શરણું લીધું હતું. ભુવાએ તેને કુંવારી છોરી સાથે શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું હતું.આમ કરીશ તો દિકરાનો જન્મ થશે. તેમ કહેતાં આધેડે તેની સૌથી મોટી પુત્રી પર નજર બગાડી હતી. જેનો દિકરીએ વિરોધ કરતાં પિતા મારઝુડ શરૂ કરી હતી.

ધાક ધમકી આપી ત્રાસ આપવા લાગ્યો હતો. ભુવાએ કીધું છે, સંબંધ બાંધવો જ પડશે તેમ કહી દબાણ કરતો હતો. અંધશ્રદ્ધાથી પોતાની જ દિકરી અસહ્ય ત્રાસ આપતા તે ભાગીને નાના - નાનીના ઘરે પહોંચી ગઈ હતી. જોકે, ત્યાં પણ તેના માતા અને પિતા પહોંચી ગયા હતા અને તેને ઘરમાંથી ખેંચી લઇ જતાં હતાં. દરમિયાન કોઈએ એ દૃશ્ય જોતા તાત્કાલિક 181 અભયમને જાણ કરતાં કાઉન્સીલર સુરેખાબહેન મકવાણા અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આધેડને પોલીસ કેસની ધમકી આપી હતી. આખરે તેના પિતાએ ભુલ કબુલી દિકરીને છોડી મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો