તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સેવાલિયા પાસેથી તમંચા સાથે ટ્રક ડ્રાઇવર ઝબ્બે

સેવાલિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા નજીકના અમદાવાદ-ઇન્દોર હાઇ-વે પરથી પેટ્રોલિંગ દરમિયાન મળેલી હકીકતના આધારે સેવાલિયા પોલીસમથકના પીએસઆઇ.એમ.એસ.અસારી તથા સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની ઉત્તરપ્રદેશ રાજ્યના આર.ટી.ઓ.પાસિંગની કન્ટેનર ટ્રકને લઇને પસાર થતાં ડ્રાઇવર લોકેન્દ્ર નર્મદાપ્રસાદ અવસ્થી (રહે.મહુ, 260, શાંતિનગર, તા.મહુ, જિ.ઇન્દોર, મધ્યપ્રદેશ)ને ઉભો રાખી તલાશી લેતાં તેના કબજામાંથી લાઇસન્સ વગરની ગેરકાયદે રૂ.5000ની કિંમતની ભારતીય દેશી બનાવટની રીવોલ્વર મળી આવતાં તેની ધરપકડ કરી હતી. પોલીસે તેના કબજામાંથી રોકડ, મોબાઇલ, દેશી રિવોલ્વર અને કન્ટેનર ટ્રક મળી રૂ.10,07 લાખની માલમતા કબજે લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...