ડ્રાઈવીગ દરમિયાન મોત:નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક ચાલકનું ચાલુ ડ્રાઇવીગ દરમિયાન આકસ્મિક મોત

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લાના નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રકના ચાલકનું આકસ્મિક ચાલુ ડ્રાઇવીગ દરમિયાન મોત નિપજ્યું છે. જે સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મરીડા ગામની સીમમાંથી ઉતર પ્રદેશના પીપલ જિલ્લા હાથરસના ટેહરીનસીંગ ખજાનસીંગ આહીર શુક્રવારે રાત્રિના અઢી વાગ્યાના સુમારે ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ટ્રક ચાલકનું હાર્ટ એટેક આવવાની કે અન્ય કારણસર મોત નિપજ્યું હતું. આ ટ્રક પાછળ ઉત્તર પ્રદેશનો ટ્રક ચાલક ટ્રક લઈને આવતો હોય આ ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી. આ બાદ મૃતદેહને નડીયાદ સિવિલ હોસ્પિટલ માટે ખસેડી અમિતકુમાર શ્રીરામ સ્વરૂપસીંગ ચૌહાણની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દિધી છે.

અન્ય સમાચારો પણ છે...