તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જન્માષ્ટમીના દિવસે નડિયાદના ફિલ્ટરેશન પ્લાન્ટનો ટ્રાયલ રન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ વિસ્તારોમાં એક સરખા પ્રેશરથી પાણી મળશે

નડિયાદ નગરની જનતા માટે મહત્વ એવા ફિલ્ટરેશન પ્લાન્ટને લઈ હકારાત્મક સમાચાર સામે આવ્યા છે. 30 ઑગસ્ટ, જન્માષ્ટમી નિમિત્તે આર.ઓ. પ્લાન્ટનો ટ્રાયલ કરાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને અમૃત મિશન યોજના અંતર્ગત નડિયાદ શહેરને શુદ્ધ પીવાનું પાણી પુરુ પાડવા માટે મહી કેનાલ આધારીત પાણી પુરવઠા યોજનાના ફિલ્ટર હાઉસ અંગેની કામગીરી પૂર્ણ થવામાં હોય હવે ટ્રાયલ કર્યા બાદ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નગરજનો માટે ચાલુ કરી દેવાશે.

આ પ્રોજેક્ટનું તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010-11માં ખાતમૂર્હ્ત કર્યુ હતુ. આ પ્રોજેક્ટને લાંબા ગાળા પછી હવે હકારાત્મક સમાચાર મળ્યા છે અને આગામી દિવસોમાં પ્રતિ વ્યક્તિ 130-135 લિટર અને એટલા ફોર્સથી પાણી આપવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકારમાંથી 28 કરોડથી વધુની ગ્રાન્ટ જ્યારે 1 કરોડ રૂપિયા જેટલી નગરપાલિકાની ગ્રાન્ટ વપરાઈ છે. ત્યારે નગરપાલિકાના મુખ્ય ઈજનેર ચંદ્રેશભાઈ ગાંધીએ જણાવ્યું હતંુ કે, પ્રજા માટે શરૂ થયેલો ફિલ્ટરેશન પ્લાન્ટ થકી ફિલ્ટર થયેલું શુદ્ઘ પાણી મળશે.

અન્ય સમાચારો પણ છે...