તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલીનું રાજકારણ:નડિયાદ નગર પાલિકામાં ટેક્ષ-સર્વે વિભાગના સિનિયર કર્મચારીઓની નિમ્ન પદ પર બદલી

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્ષ ચોરી કૌભાંડની ફરિયાદ કરી તે અધિકારીની રાતોરાત ટ્રાન્સફર

ખેડા જિલ્લાના રાજકારણનું એપી સેન્ટર બનેલી નડિયાદ નગરપાલિકામાં અચાનક બદલીઓને ભલે પાલિકાના સત્તાધારીઓ અને અધિકારીઓ રૂટીન પ્રક્રિયાનો ભાગ ગણાવતા હોય. પરંતુ નગરપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર થયેલી આવી બદલીઓ અંગે ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. આ બદલીઓ પાછળ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું મનાઈ રહ્યુ છે. પૂર્વ પાલિકા પ્રમુખ અને હાલના કાઉન્સિલર ઉપરાંત અન્ય એક દિગ્ગજ કમિટિના ચેરમેનનો પાલિકામાં દબદબો વધતો જોઈ તેની પર કાતર ફેરવવા માટે બદલીઓનો ખેલ ખેલાયો હોવાનું રાજકીય ગલીઓમાં ચર્ચાઈ રહ્યુ છે.

બદલી કરાયેલા મોટાભાગના અધિકારીઓ ઉપરોક્ત બંને કદ્દાવર નેતાઓના જૂથમાં હતા. ઉપરાંત તેમને અનેક બાબતોમાં સાથ આપી હાલમાં પાલિકા પ્રમુખનો વહીવટ સંભાળતા જૂથને નુકશાન પહોંચી રહ્યું હતું. જેથી બદલીનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અગાઉ એક અધિકારી ટેક્ષ કૌભાંડમાં ફરીયાદી બન્યા હતા.

જ્યારે બીજા એક અધિકારીએ નગરપાલિકાની દુકાનોમાં ગેરકાયદેસર રીનોવેશન થતું અટકાવ્યું હતું. આ સમયે ખુદ પાલિકાના જવાબદાર સત્તાધિશોએ મૌન સેવ્યું હતુ. પરીણામે ઘટનાઓમાં ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ બદલીઓનું સૂચન કરાયુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. તેમાંય હાલમાં ટેક્ષ અને સર્વે જેવા મહત્વના વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ઉતરતા વિભાગોમાં નાની પોસ્ટ પર બદલીઓ કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...