બદલી:નડિયાદ પાલિકાના COને પ્રમોશન CM ઓફીસમાં OSD તરીકે બદલી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CO તરીકે મહત્વકાંક્ષી પ્રોજેક્ટો પૂર્ણ કર્યા

નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસર પ્રણવભાઈ પારેખની પ્રમોશન સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી થઈ છે. ખેડા જિલ્લાના એક સાથે ખુશીના ત્રણ મોટા અવસર સાંપડ્યા છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ રાજ્ય કેબિનેટમાં સ્થાન પામ્યા છે, તો પંકજભાઈ દેસાઈ મુખ્ય દંડક તરીકે ફરી એકવાર રીપીટ થયા છે. ત્યારે રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યાલયમાં તેમના (OSD) ખાસ ફરજ પરના અધિકારી તરીકે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફીસરની પ્રતિનિયુક્ત તરીકે નિમણૂંક કરાઈ છે. ચીફ ઓફીસરમાંથી સીધા મુખ્યમંત્રી કાર્યાલયમાં બઢતી સાથે બદલી થઈ છે.

નડિયાદમાં 19 ડિસેમ્બર 2019ના રોજ તેમનું બીજુ પોસ્ટીંગ હતુ અને પોતાના ત્રીજી જ બદલીમાં તેઓ સીધા મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફીસર ઓફ સ્પેશિયલ ડ્યુટી તરીકે નિયુક્તિ થઈ છે. નડિયાદના ચીફ ઓફીસર તરીકે તેમણે શહેરના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાં અંગત રસ દાખવી તેને વહેલીતકે પૂર્ણ કરાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. આર. ઓ. પ્લાન્ટનો પ્રોજેક્ટ, નડિયાદના દાવલીયાપુરા સ્પોર્ટ્સ સંકુલ, પાલિકા ભવનમાં આવેલો ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ હોય કે પછી શહેરના બાગ-બગીચાઓના રીકન્ટ્રક્શન તમામ પ્રોજેક્ટો તેમની ફરજ દરમિયાન લોકાર્પણ થયા છે.

અન્ય સમાચારો પણ છે...