બર્નિંગ ટ્રેલર:નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરમાં આગ લાગી, ચાલકનો ચમત્કારિક બચાવ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ફાયરબ્રિગેડની મદદ મેળવતાં મોટી જાનહાની ટળી

ખેડા જિલ્લાના નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ગતરાત્રે એક ટ્રેલરની કેબીનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. આ ઘટનામાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે. જ્યારે ઘટનાના પગલે થોડી મિનિટો સુધી હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.

નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે. સોમવારની મોડી રાત્રે અહીંયાથી વડોદરા તરફ જઈ રહેલ એક ટ્રેલરમાં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો. ટ્રેલરની કેબિનમાં અચાનક આગ લાગતાં ચાલકે પોતાનું વાહન અટકાવી તુરંત નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ બનાવ સ્થળે પહોંચે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું અને ટ્રેલરની કેબીન સળગી ઉઠી હતી.

ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી લાગેલ આગ પર કાબૂ મેળવ્યો હતો. બનાવને કારણે અમદાવાદથી વડોદરા તરફ જતા મેઈન લેન થોડા સમય માટે બંધ કરવામાં આવતાં અહીંયા ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે આગ પર સંપૂર્ણ કાબુ મેળવાતાં હાઇવેની પેટ્રોલિંગ ટીમ દ્વારા ટ્રાફિકને પૂર્વરત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...