તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:ખેડા કોંગ્રેસ દ્વારા ચક્કાજામની ચીમકી બંધ બાબતે વેપારીઓ હજુ અવઢવમાં

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ-ખેડૂતો પર કોંગ્રેસ રાજકારણ રમે છે, અર્જુનસિંહ જિલ્લા ભાજપ પ્રમુખ

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાનુન પસાર કરવામાં આવ્યો છે. તેની સામે ખેડૂતોએ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે. 8મીના રોજ ભારત બંધ એલાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ બંધને કોંગ્રેસ અને તેમના સાથીપક્ષો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કભાજપ આ કોંગ્રેસની રાજનીતિ હોવાનું જણાવે છે. આ અંગે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂત સમર્થનમાં છે. જિલ્લાના દસે દસ તાલુકામાં બજાર, એપીએમસી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત સવારે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. કઠલાલમાં અમદાવાદથી ઇન્દોર ધોરી માર્ગ પર સવારે 8થી 9 વાગ્યા વચ્ચે ચક્કાજામ કરવામાં આવશે. આ ઉપરાંત મહેમદાવાદથી ડાકોર રોડ અને ખેડા પાસે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.

કોંગ્રેસ ખેડૂત-ગરીબો પર જ રાજકારણ રમે છે
ભાજપ સરકારની ખેડૂત તરફી નીતિથી ખેડૂતો ખુશ છે. ખાતર અને બિયારણ પર સબ્સીડી ઉપરાંત તેમના ખાતામાં નિયત રકમ જમા થાય છે. જોકે, કોંગ્રેસ હંમેશા ગરીબો અને ખેડૂતો પર રાજકારણ રમતી આવી છે. ભારત બંધનું એલાન અને કૃષિ બિલનો વિરોધ પણ કોંગ્રેસનો રાજકીય ખેલ છે. - અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ, ખેડા.

સેન્ટ્રલ એસો. દ્વારા બંધ અંગે કોઇ સ્પષ્ટતા નથી
વેપારીઓ ખેડૂતોના ટેકામાં છે. પરંતુ ભારત લેવલના એસોસીએશન તરફથી બંધ સંદર્ભે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી, નડિયાદના વેપારીઓ બંધ બાબતે હજુ અવઢવમાં છે.- બિપીનભાઈ શાહ, પ્રેસિડેન્ટ, ચેમ્બર ઓફ કોમર્સ, નડિયાદ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો