તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યભરમાં અકસ્માતની અવાર નવાર ઘટનાઓ બની રહી છે. તેવામાં અમદાવાદ-ઈન્દોર હાઇવે ઉપર લાકડાથી ભરેલા અજાણ્યા ટ્રેકટરે રોંગ સાઈડમાં વળવા જતા બાઈકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણ મિત્રો પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે આવી કાર્યવાહી હાથ ધરી દીધી છે.
વર્ષોપછી મળતા મિત્રોએ બહાર જમવાનો પ્લાન બનાવેલો
કઠલાલ નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર ગઇકાલે રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. કઠલાલ તાલુકાના છીપડી ગામ ખાતે રહેતા ત્રણ મિત્રો લાંબા સમય પછી એકબીજાને મળ્યા હતા. જેના કારણે તેમણે બહાર જમવા જવાનો પ્લાન ઘડ્યો હતો. આથી ગઈકાલે અમીન ઝાલા, મુકેશ વણઝારા અને ગોપાલ પટેલ બાઈક ઉપર બેસીને કઠલાલ ચોકડી પાસે જમવા ગયા હતા. આ સમયે હાઈવેની રોયલ હોટલ પાસે એક લાકજા ભરેલા ટ્રેકટરે અચાનક સાઈડ બતાવ્યા વગર વળાંક લીધો હતો, જેના કારણે તે બાઇક સાથે અથડાઈ ગયું હતું.
બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત
આ અકસ્માતમાં બાઈક ચાલક ગોપાલ સહિત પાછળ બેઠેલા બન્ને મિત્રો વાહન સાથે રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે ભયભીત થયેલો ટ્રેકટ ચાલક અકસ્માતના સ્થળેથી પોતાનું વાહન લઈને ભાગી છુટયો હતો. આ બનાવમાં ગોપાલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પરિણામે તેનું ઘટનાસ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અન્ય બે મિત્રોને સારવાર અર્થે ખસેડાયા
જ્યારે તેની સાથે બાઈક ઉપર સવાર અમીન અને મુકેશને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવના પગલે આ ત્રણ મિત્રોમાંથી અમીને કઠલાલ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી તેની ફરિયાદના આધારે પોલીસે ઘટનાસ્થળે આવીને ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.