તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લો કોરોનામુક્ત થવા તરફ, જિલ્લામાં હવે ફક્ત 4 એક્ટિવ કેસ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 942 સેમ્પલ લેવાયા, એકપણ પોઝિટિવ કેસ નહીં

ખેડા જિલ્લામાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લા 48 કલાકમાં એક પણ કેસ સામે આવ્યા નથી. આ સાથે કુલ એક્ટીવ કેસોની સંખ્યા 4 એ પહોંચી છે. અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંક 10410એ પહોંચી ચૂક્યો છે.

આજે સમગ્ર જિલ્લામાં કુલ 942 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 130664 સેમ્પલ એકત્રીકરણ કરાયા છે. જેમાં 119312 લોકોના નેગેટિવ અને 10410 લોકોના પોઝેટીવ નોંધાયા છે. ત્યારે 942 લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે.અત્યાર સુધી સમગ્ર જિલ્લામાંથી 8,03410 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...