તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:નડિયાદ પાલિકાના ચાર વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ, ફોર્મ ખેંચવા દોડદામ

નડિયાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસની યાદી બાદ ભાજપ મોવડી મંડળની બેઠકોનો દોર શરૂ

નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષો પોત પોતાના ઉમેદવારો જીતાડવા મથી રહ્યાં છે. પ્રચાર માટે રાત ઓછીને વેશ ઝાઝા તેવો ઘાટ થયો છે. આમ છતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇમાં પાલિકાના કુલ 13 વોર્ડમાં ચાર જેટલા વોર્ડ એવા છે કે જ્યાં બન્ને પક્ષો વચ્ચે કાંટે કી ટક્કર છે. કોંગ્રેસે મેન્ટેડ ઉપરાંત તેમના સિનીયર સભ્યોને અપક્ષ તરીકે પણ ઉભા રાખ્યા છે. જેથી ભાજપ માટે કપરા ચઢાણ થાય તેવી શકયતાં છે.

નડિયાદ પાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીયા જંગનું ચિત્ર જોવા મળી રહ્યું છે. હજુ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાના દિવસો બાકી છે. પરંતુ તે પહેલા જોવા મળેલા ચિત્રમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલે તેવી શક્યતા છે. ગત ટર્મમાં 52માંથી ભાજપના 41, અપક્ષના 9 અને કોંગ્રેસના માત્ર બે જ સભ્યો ચૂંટાયા હતાં. જેમાં વોર્ડ નં.3 બિનહરીફ થઇ હતી. આ વખતે કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે. આ વખતે એક પણ બેઠક બિનહરીફ ન કરવાના વ્યૂહ સાથે ઉતરેલી કોંગ્રેસે જે ઉમેદવારો ઉભા રાખ્યા છે. વોર્ડ નં. 4, 5, 12 અને 13 માં ભાજપ માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમાંય વોર્ડ નં.4 અને 5માં મેન્ટેડ સાથે કોંગ્રેસ છે. જ્યારે 12 અને 13 માં કોંગ્રેસ પ્રેરીત અપક્ષો છે. જેમની સિનીયરમાં ગણતરી થાય છે. ખાસ કરીને વોર્ડ નં.13માં ઉભા રહેલા અપક્ષોમાં મત તોડી શકે છે.

કોંગ્રેસે તેમના ઉમેદવારોને ભુગર્ભમાં ઉતારી દીધાં
નડિયાદ પાલિકામાં ગત ટર્મમાં વોર્ડ નં.3 સહિત કેટલીક બેઠક બિનહરીફ થઇ હતી. કારણ કે કોંગ્રેસના જ મેન્ટેડ પર ઉભા રહેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચી લીધાં હતાં. જોકે, આ વખતે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછા ન ખેંચી લે તે માટે તેમને ધારાસભ્યોની જેમ ઉમેદવારોને ભુગર્ભમાં ઉતારી દેવામાં આવ્યાં છે. અપક્ષો પોતાનું ફોર્મ પાછુ ખેંચે અને પોતાના પક્ષમાં પ્રચાર કરે તે માટે બન્ને પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો