બેદરકારીને પગલે પાકિટ ચોરાયું:નડિયાદ સ્ટેશન પર ઉભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાંથી મહિલા મુસાફરનું પાકિટ ચોરી, સીટ પર પાકિટ મૂકી વોશરૂમ જતાં બન્યો બનાવ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્સમાં રૂપિયા 23 હજાર 989ની કિંમતના 3 સેલફોન હતા
  • નડિયાદ રેલવે પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ રેલવે સ્ટેશન પર ઉભી રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફર પોતાનું પાકિટ સીટ પર મૂકી વોશરૂમ જતાં તેણીના પાકિટની કોઈ ઈસમે ચોરી કરી લીધી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ રેલવે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરતી સમયે મુસાફરોએ પોતાના સરસામાનનું ધ્યાન રાખવું જરૂરી છે. ટ્રેનમાં અવારનવાર ચોરીના બનાવો બને છે. આવી જ એક મુંબઈની મહિલાને મુસાફરી કરતી સમયે ખુબજ કડવો અનુભવ થયો હતો, જેમાં તેણીની બેદરકારીના કારણે તેણીએ પોતાનું પાકિટ ગુમાવ્યું હતું.

મહારાષ્ટ્રના મુંબઇના ભાયંદર પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા મનાલી રાજેશભાઈ ભીડે ગત 2 નવેમ્બરના રોજ ગાંધીધામ જવા સયાજી નગરી એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મધરાત્રીના અરસામાં આ ટ્રેન નડિયાદ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચી હતી, જ્યાં પ્લેટફોર્મ નં. 2 પર આ ટ્રેન ઉભી રહી હતી. એ સમયે મહિલા પોતાનું પર્સ તેમની સીટ પર મૂકી વોશરૂમમાં ગયા હતા. થોડા સમયમાં તેઓ પરત આવતા તેમણે પોતાનું પર્સ ન મળતાં તેઓ હબતાઈ ગયા હતા અને આસપાસ શોધખોળ કરવા લાગ્યા હતા. તેમ છતાં પણ તેમના પર્સની કોઈ ભાળ મળી નહોતી, જેથી આ મહિલાએ તુરંત નડિયાદ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગઇકાલે શુક્રવારે તેમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ફરિયાદમાં ઉપરોક્ત મહિલાએ ચોરી થયેલા પર્સમાં 3 મોબાઇલ ફોન જેની અંદાજિત કિંમત રૂપિયા 23 હજાર 989 છે પણ ચોરાયા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...