તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી 1 જાન્યુઆરીથી ફાસ્ટટેગ ફરજિયાત થવાનો મામલે નેશનલ હાઇવે નવેમ્બર 8 સિક્સ લેન પર આવેલા રાઘવાણજ ટોલ બુથે શરૂ થનાર ફાસ્ટટેગનો વિરોધ ઉઠ્યો છે. ફાસ્ટ ટેગ ફરજિયાત થવાને કારણે આસપાસના ગ્રામજનોની ટોલ મુક્તિ છીનવાઈ જશે અને તેઓને ચોક્કસ રકમ ભરીને જ અવરજવર કરવી પડશે.જે કારણે ખેડા અને માતર તાલુકાના 15 ગામના સરપંચો અને અગેવાનોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર પાઠવી ટોલ ફી મુક્તિ માટે માગણી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાઘવાણજ ટોલ બુથથી 15 કિલોમીટરના વિસ્તારના લોકોને આજદિન સુધી ટોલ ફી ચૂકવવામાંથી મુક્તિ મળી હતી .
આગામી તા.1 જાન્યુઆરીથી સમગ્ર દેશના હાઇવે પર ફાસ્ટટેગ ફરજિયાત થઇ રહ્યો છે. જેના કારણે ખેડા અને માતર તાલુકાના રઘવાણજ ટોલબુથની આસપાસના ગામોના નાગરિકો અને વ્યાપરીઓ આંદોલિત થઈ રહ્યા છે. ટોલ પ્લાઝાની આસપાસના ગામડાઓમાં રહેતા વાહન ચાલકોને અત્યાર સુધી ટોલ ટેક્ષમાંથી મુક્તિ હતી અને ફ્રી એન્ટ્રી મળતી હતી. પરંતુ હવે ફરજિયાત ફાસ્ટટેગના આ ગામોના નાગરિકોને કામે જવા અને ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવા માટે પણ માસિક પાસ લેવો પડશે ફરજીયાત નીતિ ને લઈ ખેડા માતર ના આસપાસના 15 જેટલા ગામના સરપંચો ,નાગરિકો અને આગેવાનોએ ખેડા કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર આપી કેન્દ્ર સરકારની આ નીતિનો વિરોધ રજૂ કર્યો છે.
આ અંગે માતરના સરપંચ વિપુલભાઈ કા. પટેલે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ખેડા ટોલ પ્લાઝા ઉપર અમારા ગામોની અવરજવર અત્યાર સુધી ટોલ ફ્રી હતી.પરંતુ 1 જાન્યુઆરીથી અહીં વાહન લઈ અવરજવર કરતા અમારા દરેક નાગરિક ને 275 રૂપિયાની રકમનો પાસ ફરજીયાત લેવો પડશે.અમારા તાલુકાના તમામ ગામોનો બધો જ દૈનિક વ્યવહાર જિલ્લા મથક નડિયાદ સાથે છે.વ્યાપારી, ખેડૂત, વિદ્યાર્થી,નોકરિયાત,પશુપાલક તમામ એક થી વધુ સમય માટે નડિયાદ અવરજવર રહે છે.વળી સંધાણાં,રઘવાણજ,હૈજરાબાદ,ઉંઢેલા, આંતરોલી,જેવા ગામોની જમીનો એકબીજા ગામ સાથે જોડાયેલ છે.જે ખેડૂતોને તો ખેતરે જવા માટે આ પાસ લેવો પડશે જે ગેર વ્યાજબી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.