તમાકુની વાવણી:છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લામાં સરેરાશ 25 હજાર હેક્ટરમાં તમાકુનું વાવેતર

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે તમાકુની વાવણી શરૂ થઈ ગઈ છે, આ વર્ષે વાવેતરમાં વધારો થાય તેવી સંભાવના છે. - Divya Bhaskar
ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે તમાકુની વાવણી શરૂ થઈ ગઈ છે, આ વર્ષે વાવેતરમાં વધારો થાય તેવી સંભાવના છે.
  • આ વર્ષે 30 હજાર હેક્ટરમાં તમાકુની વાવણી થવાનો અંદાજ
  • ખાતર અને ડીઝલના ભાવ વધતા ખેડૂતોની વાવણી મોંઘી પડશે

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે તમાકુના વાવેતરમાં વધારો થાય તેવી સંભાવના છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લામાં સરેરાશ 25 હજાર હેક્ટર જેટલુ વાવેતર નોંધાયુ છે. આ વર્ષે 30 હજાર હેક્ટરમાં તમાકુની રોપણી થવાનો અંદાજ છે. જો કે, ખાતર અને ડીઝલ જેવા મહત્વના ખેતી સબંધિત પદાર્થોના ભાવોમાં વધારો થતા ખેડૂતોને વાવણી મોંઘી પડે તેવી આશંકાઓ પણ છે.

વિગતો મુજબ ચરોતરને ડાંગરની સાથોસાથ તમાકુ માટે પણ હબ ગણવામાં આવે છે. તેમાંય ખાસ કરીને નડિયાદ તમાકુની વાવણીમાં અગ્રેસર રહ્યુ હોવાનું નોંધાતુ રહ્યુ છે. સરકારે તમાકુના વાવેતર તરફથી ખેડૂતોને વાળવા માટે ત્રણ-ચાર વર્ષ પહેલા મહત્વની ઝુંબેશો ચલાવી હતી. તેમ છતાં ખેડૂતો રોકડીયા પાક તરીકે તમાકુની વાવણી કરવાનું પસંદ કરી રહ્યા છે.

ખેડા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં તમાકુના વાવેતરની વાત કરીએ તો 2019-20માં 23,301 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયુ હતુ. જ્યારે 2020-21માં 28,135 હેક્ટર જમીનમાં તમાકુની વાવણી થઈ હતી. બંને વર્ષનો તફાવત જોતા તમામ તાલુકાઓમાં ગયા વર્ષે વાવેતર વધ્યુ છે.

આ વર્ષે ખેડૂતો આગલી સિઝનમાં ગયેલી ખોટને સરભર કરવા માટે તમાકુનો પાક કરે તેમ જાણવા મળ્યુ છે. નડિયાદ ઉપરાંત મહેમદાવાદ, મહુધામાં પણ વાવેતર મોટા પ્રમાણમાં થતુ હોવાનું ખેતીવાડી વિભાગના ચોપડે નોંધાયેલુ છે.

ગયા વર્ષે સરભર થયું હતુ, આ વર્ષે લાભ થાય તેવી આશા
ગયા વર્ષે તમાકુનો પાક કર્યો હતો. પરંતુ જે મુજબના ભાવોની અપેક્ષા હતી તે મુજબ ભાવ પડ્યા ન હતા. રોકડાનો ભાવ 1500થી 2000 હતો અને કન્ડીશન સાથેનો ભાવ 2500-3000નો હતો. જેના કારણે જે ખર્ચ કર્યો હતો, તે સરભર થઈ ગયો હતો. આ વર્ષે હજુ તો હોળી પછી ભાવો પડશે. મજૂરી મોંઘી થઈ છે, ખાતર અને ડીઝલના ભાવો વધ્યાં છે, એટલે ભાવો વધુ મળે તે જરૂરી છે. બાકી ખેડૂતોને કોઈ લાભ થશે નહીં.- અલ્પેશ પટેલ, ખેડૂત

2020 અને 2021નું તાલુકાવાર વાવેતર (હેક્ટરમાં)

તાલુકો20202021
ગળતેશ્વર21112500
કપડવંજ9001740
કઠલાલ1041941
ખેડા175448
મહેમદાવાદ27954235
તાલુકો20202021
મહુધા42104160
માતર3152040
નડિયાદ48345221
ઠાસરા31503170
વસો37703680
અન્ય સમાચારો પણ છે...