તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:નડિયાદમાં સામાજિક ક્ષેત્રમાં કામ કરતાં કર્મશીલોનું વિશિષ્ટ બહુમાન કરાયું, જલારામ મંદિર ખાતે આજે 40 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સમાજના કર્મશીલોનું સન્માન કરી રહેલા મહાનુભવો - Divya Bhaskar
સમાજના કર્મશીલોનું સન્માન કરી રહેલા મહાનુભવો
  • નડિયાદની અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા સન્માન કરવામા આવ્યું

ગૌરવંતી ખેડા જિલ્લાની ભૂમીએ અનેક વિરતા ખેડી દેશ અને સમાજને મહાપુરુષો આપ્યા છે. જેના થકી જ આ વિસ્તારમાં સમાજ સેવાની સુવાસ ચારેય બાજુ પ્રસરી છે. આજે પણ અનેક લોકો ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સહિત અન્ય પ્રવૃત્તિમાં સેવાનું યોગદાન આપી રહ્યા છે. બસ આવા ચહેરાઓને શોધી નડિયાદની એક માત્ર અસ્મિતા અભિવાદન સમિતિ સંસ્થા તેમનું સન્માન કરી રહી છે.

દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકી રહેલા મહાનુભવો
દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકી રહેલા મહાનુભવો

આજે નડિયાદ સ્થિત જલારામ મંદિર ખાતે આ સંસ્થા દ્વારા વિશિષ્ટ બહુમાન સન્માન કાર્યક્રમ યોજાયો છે. જેમાં સમાજના જુદા જુદા વર્ગોમાં સામાજિક પ્રવૃત્તિ કરી સમાજને નવી દિશામાં લઈ જવાના પ્રયાસ કરતાં લોકોનું ખાસ નવાજવામાં આવ્યા છે. અત્યાર સુધી અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી આશરે 1500થી વધુ કર્મશીલોનું વિશિષ્ટ સન્માન કર્યું છે. ગતરોજ યોજાયેલ આ સન્માન કાર્યક્રમમાં આશરે 40 વ્યક્તિઓનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે આનંદ આશ્રમના પૂ.મુદિતાવંદનાનંદજી સ્વામી, જલારામ મંદિરના સંસ્થાપક ભાનુભાઈ પારેખ, અંધજન મંડળ નડિયાદના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના નરેન્દ્ર નકુમ, જે. એન્ડ. જે. સાયન્સ કોલેજના અલ્પેશ પટેલ, અસ્મિતા અભિવાદન સમિતિના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, માનવ સેવા પરિવાર ટ્રસ્ટના મનુભાઈ જોશી, જિ. પંચાયત સદસ્ય વનરાજસિંહ જાદવ સહિત સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૌ પ્રથમ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જે બાદ ઉપસ્થિત મહાનુભવોએ સામાજિક ક્ષેત્રમાં કાર્યકરતા લોકોની કામગીરીની જાહેરમાં નોંધ મેળવી તેમને નવાજ્યાં હતા. જે પછી હાજર રહેલા મહાનુભવોએ પ્રસંગોપાત ઉદ્બોધન કર્યું હતું.

આ પ્રસંગે આનંદ આશ્રમના પૂ.મુદિતાવંદનાનંદજી સ્વામીએ ગ્રીન નડિયાદને આગળ ધપાવવા આહવાન કર્યું હતું. તેમણે વધુમાં ટાંક્યું હતું કે આપણે આપણી પેઢીને વધુમાં વધુ પ્રમાણમાં વૃક્ષો વાવી તેનો ઉછેર કરી આ દુનિયાને પ્રદુષણ મુક્ત બનાવવા પ્રયાસ કરીએ તેમ જણાવ્યું છે.

નડિયાદ અસ્મિતા અભિવાદન સમિતિના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવે છે કે અમે અત્યાર સુધી ખેડા-આણંદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી આશરે 1500થી વધુ સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોનું સન્માન કર્યું છે. અમે કોઈને પદ્મશ્રી નથી આપી શકતા પણ વિવિધ સામાજિક ક્ષેત્રમાં જોડાયેલા લોકોને પ્રોત્સાહન રૂપે સન્માન કરીએ છીએ તેમ જણાવ્યું છે.

વધુમાં આજે યોજાયેલ આ સન્માન સમારોહમાં ઉદેપુરથી આવેલ ડો. યશ પટેલનું ખાસ સન્માન કરાયું છે. તેમની સેવા વિશે પ્રકાશ પાડતા તેઓ જણાવે છે કે ઉપરોક્ત તબીબ ઉદેપુરની 1200 બેડની કોવિડની હોસ્‍પિટલમાં દિવસ રાત સેવા આપી દર્દીઓને કોરોના મુક્ત કર્યા છે. ઉપરાંત પુરા દેશમાં તેઓ ટેલીફોનીક કોવીડની સારવાર વિનામૂલ્યે કરે છે.

અન્ય સમાચારો પણ છે...