નવા વર્ષની ઉજવણી:નડિયાદ સંતરામ મંદિરમાં ભાવિક ભક્તોનો ધસારો, દિવાળીની સંધ્યાએ અન્નકૂટ દર્શન યોજાયો

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતરામ મંદિરમાં નવા વર્ષના ટાંણે ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટ્યા

નવા વર્ષની ઉજવણીના દિવસે સવારથીજ ભાવિક ભક્તોનો ઘસારો મંદિરો તરફ જોવા મળી રહ્યો છે. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં વહેલી સવારથીજ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં સેવાની મહેક પ્રસરાવતું અને આસ્થાનું પ્રતિક સમાન યોગીરાજ અવધૂત સંતરામ મંદિરમાં નવા વર્ષના ટાંણે ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે. પૂજ્ય ગાદીપતિના દર્શન કરી ભક્તોએ નવા વર્ષના દિવસનો પ્રારંભ કર્યો છે. સાથે સાથે નવા વર્ષની શુભેચ્છા એકમેકને પાઠવી છે.

ઉપરાંત સંતરામ મંદિરમાં દિવાળીની સંધ્યાએ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા લગભગ 7 વર્ષની પરંપરા મુજબ અહીંયા દિવાળીના દિવસે પૂ. રામદાસજી મહારાજની આજ્ઞાથી અન્નકૂટ યોજાય છે. જેમાં ભગવાનને ભોગ ધરાવાય છે.

નવા વર્ષના દિવસે આર્શીવાદ આપતાં સંતરામ મંદિરના પૂ. નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું કે દિવાળી અને નવુ વર્ષ ઉત્સાહ પ્રેરે છે. શ્રી સંતરામ મંદિરના મહંત ઉત્સાહ વર્ધનાર છે. નવુ વર્ષ સૌ ભક્તોને આરોગ્ય, એશ્વર્ય, સમૃધ્ધિ વધારનાર દિવડો એજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતની પ્રાર્થના.

અન્ય સમાચારો પણ છે...