તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:કૌટુંબિક ભાભી સાથે આડાસંબંધ રાખવા ભારે પડ્યા, ચાર ઈસમોએ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કઠલાલના અભ્રિપુરમાં આડા સંબંધના વહેમમાં કૌટુંબિક લોકોએ યુવાનને લાકડી ફટકારતાં મૃત્યુ થયું

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં હત્યાના બનાવે ભારે સનસનાટી મચાવી છે. અભ્રિપુર ગામે આડા સંબંધના વહેમમાં કૌટુંબિક લોકોએ જ યુવાન સાથે ઝઘડો કરી લાકડી ફટકારી તેની હત્યા કરી દીધી છે. આ અંગે મૃતકની માતાએ પોતાના કુંટુંબના ચાર વ્યક્તિઓ સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

પત્ની અસ્થિર મગજની બીમારીના કારણે પિયરમાં રહેતી

કઠલાલ તાલુકાના અભ્રિપુર ગામે રહેતા બળદેવભાઈ પરમાર લાકડા કાપવાની છુટક મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની અસ્થિર મગજની બીમારીથી પીડાતા તેણીની કેટલાય સમયથી તેના પિયરમાં રહે છે. બળદેવભાઈને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. ગઈકાલે વહેલી સવારે બળદેવભાઈ પોતાના ઘરે સુઈ રહ્યાં હતા. ત્યારે ગામમાં રહેતા તેમના કુંટુંબના મેલાભાઈ પરમાર, ભરત પરમાર, અરવિંદ પરમાર અને કમળાબેન મેલાભાઈ પરમાર આવી ચઢ્યાં હતા.

બળદેવને લાકડા, પંજેઠી, ધોકરણાંથી મારમાર્યો

અને આજે તો બળદેવને છોડીશું જ નહી. તેમ જણાવી બળદેવ તથા તેના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો કરવા પાછળનું કારણ પુછતા બળદેવને પોતાના પિતરાઈ ભાઈની પત્ની સાથે આડાસંબંધન હોવાનું જણાવતાં બળદેવની માતાએ આ ખોટી વાત હોવાનું જણાવ્યું હતું. જેથી ઉપરોક્ત ચારેય વ્યક્તિઓએ કહેલ કે ગતરાત્રે અમે અમારી નજરોથી જોયું છે. તેમ કહી બળદેવને લાકડા, પંજેઠી, ધોકરણાંથી મારમાર્યો હતો.

આઈપીસી 302, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

બળદેવને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓ ઘવાયા હતા. જે બાદ તુરંત ઘવાયેલા વ્યક્તિને પિઠાઈ સારવાર અર્થે લઈ ગયા હતા. બળદેવે પ્રાથમિક સારવાર કરાયા બાદ ઘરે આવી ગયો હતો. જ્યાં એકાએક બેભાન થઈ જતાં તેને ફરીથી કઠલાલ ખાતે લઇ ગયા હતા. સારવાર મળે તે પહેલાં જ બળદેવનું મૃત્યુ થયું છે. આ અંગે કઠલાલ પોલીસ મથકે મૃતકની માતા કમળાબેન રઈજીભાઈ પરમારે ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 302, 114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...