તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:વડતાલ મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલમાં 30 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન માટે પાર્ષદવર્ય કાનજીભગત-જ્ઞાનબાગ દ્વા્રા 30.50 લાખનું દાન અર્પણ કરવામા આવ્યું

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ એવા વડતાલ મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે 50 બેડનું કોવિડ સેન્ટર કાર્યરત છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને હાલના સમયમાં ઓક્સિજન માટે ભટકવું પડે છે ત્યારે મંદિર દ્વારા 50 બેડ માટે જરુરી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાનું આયોજન નક્કી કરાયું છે.

હંમેશા લોકોની સેવામાં મદદે રહેતી સ્વામિનારાયણની સંસ્થા આજે આ મહામારીના સમયમાં પણ જરૂરીયાતમંદોના પડખે ઊભી છે. વડતાલ ખાતે શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા બાબતે મુખ્ય દંડક પંકજ દેસાઈની રૂબરૂ મુલાકાત દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.ડો.સંતવલ્લભદાસજી અને શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકો સાથે ચર્ચા થઈ હતી.

જે સંદર્ભે 50 બેડને પૂરતો ઓક્સિજન મળી રહે તે માટે પાર્ષદવર્ય કાનજીભગત-જ્ઞાનબાગ, વડતાલ સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર એ 30,50,000/-ના આર્થિક સહયોગથી ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના હોસ્પિટલ ખાતે કરવામાં આવનાર છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી દર્દીઓની સુવિધામાં વધારો થશે. આ બદલ મુખ્ય દંડક પંકજ દેસાઈએ પાર્ષદવર્ય કાનજીભગત-જ્ઞાનબાગ, વડતાલ "શ્રી સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર" નો આભાર માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...