તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાનો હલ:ડાકોર ખાતે રૂપિયા 59.28 કરોડના ખર્ચે નિર્માણ થનાર ફ્લાય ઓવરબ્રીજનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત કરાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો હલ થશે

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં હવે ટ્રાફીકનો પ્રશ્ન હળવો બનશે. અહીંયા સર્કલ પાસે રૂપિયા 59.28 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રીજનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેનું આજે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું.

પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડરાયના દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર જંકશન ખાતે જે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી તેના નિયંત્રણ માટે રૂપિયા 59.28 કરોડના ખર્ચે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરાશે. જેના પરિણામે ટ્રાફિકના પ્રશ્ન હલ થવા જઈ રહ્યો છે. આ નિર્માણ થનાર ફલાય ઓવર બ્રીજમાં કપડવંજ, સેવાલીયા અને ઉમરેઠ તરફ સર્વિસ રોડની જોગવાઇ કરાઇ છે. ગાંધીનગર ખાતેથી આ બ્રીજ બનાવવા માટે વર્ચ્યુઅલી ખાતમૂર્હુત કરાયું છે. નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ દ્રારા ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે, નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ડાકોર ખાતેની ફલાય ઓવરબ્રીજની માંગણી સંતોષી મંજૂરી આપવામાં આવી છે. ફ્લાય ઓવર બનતા ડાકોર ખાતેની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે જેનો લાભ લાખો યાત્રાળુઓને મળશે. ડાકોરમાં તમામ સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ અને માળખાકીય સુવિધાઓમાં પણ આવનારા 20 વર્ષને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યો છે. તેમજ ડાકોરને અન્‍ય મોટા શહેરો સાથે જોડતા રસ્‍તાઓ ઉપર આવતી રેલ્વે ટ્રેક પર નાનો ઓવરબ્રીજની મંજુરી પણ માંગવામાં આવી રહી છે. જેથી ટ્રાફિકની અડચણો સત્વરે દૂર કરી શકાય. તેમણે ડાકોરના વિકાસ માટે રાજય સરકારનો અને નાયબ મુખ્‍યમંત્રીનો આભાર વ્‍યક્ત કર્યો છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, ખેડા જિલ્‍લા માટે નાયબ મુખ્‍યમંત્રીએ મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના અન્‍વયે રૂપિયા 9 કરોડના રસ્‍તાના કામો પણ તાજેતરમાં મંજૂર કરેલ હોવાથી ગ્રામ્ય કક્ષાએ પણ રોડનું કામ ચાલુ થઇ જશે. ડાકોર યાત્રાધામ ખાતે ઓવરબ્રીજનું નિર્માણ થતા દેશ-વિદેશના કરોડો યાત્રાળુઓની સુવિધામાં અનેક ધણો વધારો થશે. આ બ્રીજના કારણે શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને યાત્રાળુઓ સરળતાથી મંદિરે પહોંચી ભગવાનના દર્શન કરી શકશે.

આ પ્રસંગે ડાકોર મુકામે આણંદ જિલ્‍લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, અમદાવાદ સર્કલના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વસાવા, પ્રાંત અધિકારી સહિત માર્ગ અને મકાન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...