તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય મળ્યો:સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં કઠલાલના શખ્સને 20 વર્ષની સજા

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 32 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટે ચકાસી આરોપીને સજા સંભળાવી
  • 6 મહિના પહેલા બનેલા બનાવમાં ભોગ બનનારને ન્યાય મળ્યો

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં છ માસ પહેલા બનેલા દુષ્કર્મના બનાવમાં ભોગ બનનારને અંતે ન્યાય મળ્યો છે. આ કેસની સુનાવણી આજે નડિયાદની કોર્ટમાં હાથ ધરાતાં આરોપીને આ ગુનામાં તકસીરવાન ઠેરવી તેને 20 વર્ષની કેદની સજા ફટકારાઈ છે.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગોગજીપુરા તાબેના લીલાપુરા ગામે રહેતા રશેષ ઉર્ફે પિન્ટુ પ્રવિણસિંહ ઝાલા વિરુદ્ધ છ મહિના અગાઉ દુષ્કર્મની કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ મુજબ જોઈએ તો આરોપી રશેષ ઉર્ફે પિન્ટુએ ગત 14 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે કઠલાલ પંથકમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ સગીરાને વિવિધ જગ્યાએ ફેરવી તેણીની મરજી વિરુદ્ધ આરોપી રશેષ ઉર્ફે પિન્ટુએ શરીર સંબંધ બાંધ્યો હતો.

આ સમયે આ સમગ્ર મામલો બહાર આવતાં ભોગબનનારના વાલીએ આરોપી રશેષ ઉર્ફે પિન્ટુ ઝાલા વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈપીસી 363, 366, 376(2)(એન), 376(3), તેમજ પોકસો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. જે બાદ પોલીસે આ કેસની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી.

બુધવારે આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી ગયો છે. સેસન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ ગોપાલ ઠાકુરે ધારદાર દલીલો કરતાં સાથે ફરિયાદી પક્ષના 32 જેટલા પુરાવા રજૂ કરતાં કોર્ટે આ પૂરાવા તપાસી આરોપી રશેષ ઉર્ફે પિન્ટુ ઝાલાને આઈપીસી 363, 366, 376(2)(એન), 376 (3) અને પોક્સોની કલમ હેઠળ 20 વર્ષની કેદની સજા સંભળાવી છે. સાથે ઉપરોક્ત જુદી જુદી કલમોમાં દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે 1 લાખ રૂપિયા તથા રૂપિયા 2 લાખ સરકાર દ્વારા ચૂકવી આપવાનો હુકમ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...