તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાય:માતરના આંત્રોલીના શખ્સે કિશોરી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પછી ભોગ બનનારને ન્યાય મળ્યો

મહેમદાવાદ પંથકમાં વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના બનાવમાં ભોગ બનનારને અંતે ન્યાય મળ્યો છે. આ કેસની સુનાવણી આજે નડિયાદની કોર્ટમાં હાથ ધરાતાં આરોપીને આ ગુનામાં તકસીરવાન ઠેરવી તેને 10 વર્ષની કેદની સજા ફટકારાઈ છે.

ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે રહેતો પ્રવિણ ચંદુભાઈ રાઠોડ વિરુદ્ધ વર્ષ 2020માં મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેણે 14 જુલાઈ 2020ના રોજ મહેમદાવાદ પંથકમાં રહેતી એક 16 વર્ષિય કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ તેણીને વિવિધ જગ્યાઓ પર ફેરવી ગોંધી રાખી તેની ઈચ્છા મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે બનાવ પ્રકાશમાં આવતા આ ઘટના સંદર્ભે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જવા પામી હતી. આથી પોલીસે આરોપી પ્રવિણ રાઠોડની અટકાયત કરી હતી. જે બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં આજે આ કેસ નડિયાદની કોર્ટમાં ચાલી ગયો છે.

સેસન્સ કોર્ટમાં ન્યાયાધીશ ડી.આર.ભટ્ટે બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળી હતી. જે બાદ સરકારી વકીલ એમ. વી. દવેએ ધારદાર દલીલો કરતાં સાથે ફરિયાદી પક્ષના પુરાવા રજૂ કરતાં કોર્ટે આરોપી પ્રવિણ રાઠોડને આઈપીસી 363, 366, 376(2)(એન) અને પોક્સોની કલમ હેઠળ 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. સાથે ઉપરોક્ત જુદી જુદી કલમોમાં દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે 1 લાખ રૂપિયા તથા રૂપિયા 2 લાખ સરકાર દ્વારા ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...